ગાંધીનગર, 7 ઓક્ટોબર, 2026 : Five more organizations to start commercial pilot training મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકારે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે અને ગુજરાતમાં સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું છે. ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો (FTOs) દ્વારા અત્યાર સુધીમાં કુલ 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે, 3,200થી વધુ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) ધારકો તૈયાર થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં જેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં મહત્વનાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે અને યુવાનો માટે કારકિર્દીના નવાં દ્વારો ખુલ્યા છે. ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)નું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કરીને એવિએશન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે આગોતરો અને દૂરંદેશી અભિગમ અપનાવ્યો છે. સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)ના માધ્યમથી ગુજરાતે પોતાનું મજબૂત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યું છે.
મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં સિવિલ એવિએશન વિભાગ દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ થકી ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનો વિકાસ કરી રહ્યું છે. આ માળખા હેઠળ રાજ્ય માલિકીના એરપોર્ટ અને એરસ્ટ્રિપો પર આશરે 1,500 ચોરસ મીટર જમીન પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે. આ પહેલનો હેતુ કુશળ એવિએશન માનવબળ તૈયાર કરવાનો છે અને ખાનગી રોકાણ આકર્ષવાનો છે.
ભારતનું સિવિલ એવિએશન ક્ષેત્ર વધતા પેસેન્જર ટ્રાફિક, ઉડાન યોજના હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીના વિસ્તરણ અને સ્થાનિક એરલાઇનો દ્વારા મોટા પાયે નવા વિમાનોની ખરીદીના કારણે ઝડપથી વિકસી રહ્યું છે. ભારતીય એરલાઇનોએ સંયુક્ત રીતે આશરે 1,700 નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેના પરિણામે આગામી વર્ષોમાં અંદાજે 25,000થી 30,000 કોમર્શિયલ પાઇલટોની માંગ ઊભી થવાની શક્યતા છે. આ ઉભરી રહેલી તકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) મારફતે વિશ્વસ્તરીય પાઇલટ તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


