સુરત, 22 ઓક્ટોબર, 2026 : 3 youths die after bike falls 50 feet from overbridge જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક રેલવે ઓવરબ્રિજ પરથી ચાર સવારીમાં પૂર ઝડપે બાઈક જઈ રહ્યું હતું ત્યારે બાઈકચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક બ્રિજની સેફ્ટી વોલ (ડિવાઇડર) સાથે ધડાકાભેર અથડાઈને 50 ફુટ નીચે ખાબકતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. કીમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક રેલવે ઓવરબ્રિજ પરથી ચાર સવારીમાં પૂર ઝડપે બાઈક જઈ રહ્યું હતું ત્યારે બાઈકચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક બ્રિજની સેફ્ટી વોલ (ડિવાઇડર) સાથે ધડાકાભેર અથડાઈને 50 ફુટ નીચે ખાબકતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. એકસાથે બાઈકસવાર ત્રણ યુવકના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. પોલીસ તપાસમાં મૃતકોના નામ સૌરભ રામલોટ યાદવ (ઉંમર 18 વર્ષ) રહે. નંદની ટેક્સ્ટાઇલ, સાયણ સુગર પાસે, તા. ઓલપાડ, જી. સુરત., તથા વિકાસ છોટેલાલ વર્મા (ઉંમર 18 વર્ષ) રહે. કીમ ગામ, મુન્ના એજન્સી પાસે, તા. ઓલપાડ, જી. સુરત. અને વિકાસ હીરાલાલ વર્મા રહે. સિવાણ ગામ, ભવાની કોમ્પ્લેક્સ, તા. ઓલપાડ, જી. સુરત. હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના આ બનાવ અંગે કુડસદ ગામના સરપંચ યોગેશભાઈ લીંબાચિયાએ જણાવ્યું હતું કે, “ગઈકાલે મોડી રાત્રે ઓવરબ્રિજ પરથી પસાર થતી બાઇક પર ચાર યુવકો સવાર હતા. અંધારાના સમયે અચાનક કાબૂ ગુમાવવાથી બાઇક ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે, આ ઓવરબ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ્સ, સ્પીડ બ્રેકર અને મજબૂત રેલિંગ લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકી શકે. અગાઉ પણ અહીં અકસ્માતોના બનાવો બન્યા છે.


