Homeગુજરાતીગુજરાતગુજરાતની ગ્રાહક કોર્ટોમાં સ્ટાફની અછતથી હજારો કેસ પેન્ડિંગ

ગુજરાતની ગ્રાહક કોર્ટોમાં સ્ટાફની અછતથી હજારો કેસ પેન્ડિંગ

અમદાવાદ, 25 ઓક્ટોબર, 2026 : Thousands of cases pending in Gujarat consumer courts રાજ્યમાં જુદી જુદી ક્ન્ઝ્યુમર કોર્ટમાં અપુરતા સ્ટાફને કારણે કામનું ભારણ વધી રહ્યું છે. તેના લીધે હજારો કેસ પેન્ડિંગ છે. અમદાવાદની ત્રણ ગ્રાહક કોર્ટોમાં 2020 પછી દાખલ થયેલા કેસોની સુનાવણી ટાળવામાં આવી રહી છે અને માત્ર 6 વર્ષ જૂના કેસો જ ચલાવાઈ રહ્યા છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે.

 ગ્રાહક કોર્ટોના નિયમોમાં સુધારો કરવા સર્વોચ્ચ અદાલતે આપેલી મુદતને એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં કેન્દ્ર સરકારે સુધારો ન કરતાં ગુજરાતભરની ગ્રાહક કોર્ટોમાં પ્રમુખો, સભ્યો અને સ્ટાફની જગ્યાઓ ખાલી પડી રહી છે. જગ્યાઓ ન ભરાતાં કેસોનો અસહ્ય ભરાવો થતાં ગ્રાહકો ન્યાયથી વંચિત રહી રહ્યા છે. તેમ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ વડાપ્રધાન તેમજ ગ્રાહક બાબતોના મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. અને 2027નું વર્ષ’ ગ્રાહક વર્ષ તરીકે ઊજવવા માગણી કરી છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે 21 મે, 2025ના રોજ નિયમોમાં 4 માસમાં સુધારો કરવા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કર્યો હતો. આ આદેશના 1 વર્ષ અને 5 મહિના બાદ પણ સ્ટેટ કમિશનમાં પ્રમુખ સહિત 4 સભ્યોની જગ્યા ખાલી છે. આ ઉપરાંત ગુજરાતના 38 જિલ્લા ગ્રાહક કમિશનમાંથી 26 પ્રમુખો અને 48 સભ્યોની જગ્યાઓ ખાલી છે, જેના કારણે કેસોનો નિકાલ થતો નથી. સ્ટાફની અછતને કારણે અમદાવાદની ત્રણ ગ્રાહક કોર્ટોમાં 2020 પછી દાખલ થયેલા કેસોની સુનાવણી ટાળવામાં આવી રહી છે અને માત્ર 6 વર્ષ જૂના કેસો જ ચલાવાઈ રહ્યા છે. કેસોના ઝડપી નિકાલ માટે જજ દીઠ મહિને ઓછામાં ઓછા 200 જજમેન્ટ આપવાનું ફરજિયાત બનાવવાની માગ કરાઈ છે. મુખ્યત્વે વીમા કંપનીઓના મેડિક્લેઇમ, બિલ્ડરો, બેંકો, હોસ્પિટલો અને મોટો બેંકિંગ કેસોમાં ગ્રાહકો ન્યાય માટે ભટકી રહ્યા છે.

પરીખે આંકડાકીય વિગતો આપતા કહ્યુ હતું કે, ગુજરાત સ્ટેટ કમિશનમાં 431 ફરિયાદો અને 5,357 ફર્સ્ટ અપીલ મળી કુલ 6,136 કેસો પેન્ડિંગ છે. સમગ્ર રાજ્યની જિલ્લા કોર્ટોમાં કુલ 42,193 કેસો પેન્ડિંગ છે. અમદાવાદની ત્રણ કોર્ટોમાં 11,320 ફરિયાદો અને દરખાસ્તો મળી 15,000 થી વધુ, સુરતની બંને કોર્ટમાં 10,000 થી વધુ અને વડોદરાની કોર્ટોમાં 5,207 ગ્રાહકો ન્યાય મેળવવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular