Homeગુજરાતીગુજરાતયુપીની ગેન્ગ લૂંટને અંજામ આપવા જુનાગઢ પહોંચે તે પહેલા રાજકોટ SOGએ દબોચી...

યુપીની ગેન્ગ લૂંટને અંજામ આપવા જુનાગઢ પહોંચે તે પહેલા રાજકોટ SOGએ દબોચી લીધી

રાજકોટ, 27 ઓક્ટોબર, 2026 : Rajkot SOG nabs UP gang before it reaches Junagadh to carry out robbery ઉત્તર પ્રદેશ અને બિહારના લૂંટારૂ ગેન્ગના 5 શખસો કારમાં જુનાગઢમાં લૂંટ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે બાતમીને આધારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી) પોલીસે કૂવાડવા નજીક વોચ ગોઠવીને કારને રોકીને પાંચેય લૂંટારૂ શખસોને દબોચી લીધા હતા. અને લૂંટૂ શખસો પાસેથી પિસ્તોલ, છરીઓ, ધોકા, સ્ટીક વગેરે જપ્ત કર્યા હતા. આ લૂંટારૂ ગેંગ દ્વારા પોલીસ સમક્ષ મોટી ધાડના પ્લાનિંગની કબુલાત આપી હતી ત્યારે આ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક શખસને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

 રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર S.O.G.પોલીસે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીક બ્રિજ પાસેથી એક શંકાસ્પદ XUV 500 કારને અટકાવીને તેમાં સવાર પાંચેય લૂંટારૂ શખસોને દબોચી લીધા હતા. લૂંટારૂ શખસો પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. લૂંટારૂ શખસો જૂનાગઢમાં કોઈ મોટી લૂંટ કે ધાડ પાડવાના ઈરાદાથી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિવાળી પૂર્વે પોલીસે આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે.

એસઓજી પોલીસે પકડેલા પાંચેય લૂંટારૂ શખસોમાં મૂળ ઉત્તરપ્રદેશના જાકીરઅલી લીયાકતઅલી, સૈયદુદ્દીન નજજીમીયા અંસારી, મહમદ શાહબાઝ શેખ, બિહારના રંજનકુમારસિંહ ફિરંગીસિંહ અને થાણેના સંજય સૂર્યનારાયણસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. જ્યારે આ ગેંગ સાથે સંકળાયેલ મહેબૂબને પકડવાનો બાકી છે. પોલીસે આ શખસો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (મેગ્ઝિન સાથે), છરી, ટ્રાવેલિંગ તથા સર્જિકલ ઉપયોગના સાધનો, બેઝબોલનો ધોકો, એલ્યુમિનિયમની સ્ટીક અને વિવિધ કંપનીના કુલ 10થી વધુ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ XUV કાર લઈ રાજકોટ આવ્યા હતા અને અહીંથી જૂનાગઢ જઈને ત્યાંની આંગડિયા પેઢીમાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારીમાં હતા.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા તેમજ BNS 2023ની કલમ 310(4), 310(5), 61(2)(એ) તથા આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular