Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં CM સિક્યુરિટીમાં ફરજ બજાવતા PSIએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા

ગાંધીનગરમાં CM સિક્યુરિટીમાં ફરજ બજાવતા PSIએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા

ગાંધીનગર, 29 ઓક્ટોબર, 2026 :  PSI shoots Laman dead, commits suicide  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા અને સેકટર 27 પોલીસ લાઇનમાં રહેતા પીએસઆઈ તન્વીરસિંહ ઝાલાએ પારિવારિક કંકાસને લીધે કંટાળીને પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ ગાંધીનગર એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતકના પરિવારજનો અને તેમના મિત્રોના નિવેદન લઈને વધુ પૂછતાછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસ હોવાનું જાવા મળ્યું છે.

આ બનાવની વિગત એવી છે, કે, શહેરના સેક્ટર-27 પોલીસ લાઈનમાં રહેતા અને સીએમના સિક્યુરિટી સ્ક્વોર્ડમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા તન્વીરસિંહ ઝાલાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ અંગે સેકટર 21 પીઆઇ દેસાઈએ કહ્યું કે, પીએસઆઈ ઝાલાના પરિવારમાં પત્ની અર્ચના અને બે બાળકો છે. છેલ્લા કેટલાક વખતથી પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. બનાવના પહેલા પણ કંકાસ થયો હતો. એ વખતે પીએસઆઇએ રૂમમાં લમણે સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી દીધી હતી. પીએસઆઈ મૂળ બનાસકાંઠાના કુડા ગામના વતની છે. જેઓ વર્ષ 2017માં ડાયરેક્ટ  પીએસઆઇ તરીકે પોલીસ ખાતામાં જોડાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાતનું સાચું કારણ તો ઊંડી તપાસ અને જો સુસાઈડ નોટ મળી આવે તો અથવા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેમણે અચાનક લમણે ગોળી મારી આત્મઘાતી પગલું ભરી લીધા બાદ ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને સહકર્મીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular