HomeગુજરાતીગુજરાતAMC ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટ માટે નાગરિકો પાસેથી સુચનો મંગાવાયા

AMC ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટ માટે નાગરિકો પાસેથી સુચનો મંગાવાયા

અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : Suggestions sought from citizens for AMC budget શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2027-28ના વર્ષનું બેજેટ આગામી ફેબ્રુઆરીમાં રજુ કરાશે. મ્યુનિ. દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બજેટમાં નાગરિકોની જરૂરિયાતો અને તેમના વિસ્તારના પ્રશ્નોને સ્થાન આપી શકાય તે માટે શહેરીજનો પાસેથી સૂચનો મંગાવાયા છે. નાગરિકો 30 ઓક્ટોબર સુધીમાં પોતાના સૂચનો ઈમેલ દ્વારા મોકલી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2027-28ના વાર્ષિક બજેટની તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ વખતે બજેટનું કદ 20 હજાર કરોડ રહેવાનો અંદાજ છે. મ્યુનિને પ્રાપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ સહિત વિવિધ વેરાની આવક તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે. એએમસી દ્વારા 2027-28નું અંદાજપત્ર આગામી ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવશે. એએમસીએ બજેટ અંગે નાગરિકો પાસે સુચનો માગ્યા છે.બજેટને ધ્યાનમાં રાખીને નાગરિકો પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો અંગે અભિપ્રાય આપી શકશે. સૂચનો મોકલતી વખતે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાના રહેશે. નાગરિકો [email protected] પર પોતાના સૂચનો મોકલી શકશે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, બાગ-બગીચા અને અન્ય વિકાસલક્ષી કામો અંગે સૂચનો મંગાવાયા છે. નાગરિકો તેમના વિસ્તારમાં કઈ સુવિધાની જરૂરિયાત છે અથવા હાલની વ્યવસ્થામાં ક્યાં સુધારો કરવો જોઈએ તે અંગે રજૂઆત કરી શકશે. એ સૂચનોમાંથી યોગ્ય મુદ્દાને આગામી વર્ષના બજેટ આયોજનમાં ધ્યાનમાં લેવાશે. આ અંગે શહેરના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ તૈયાર કરતા પહેલાં નાગરિકો પાસેથી સૂચનો મેળવાય છે. લોકોની રજૂઆતોની સમીક્ષા કરીને યોગ્ય મુદ્દાને આગામી બજેટમાં સ્થાન આપવાનો પ્રયાસ કરાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular