1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિહોરમાં ટ્રકે બાઈકને ટક્કર માર્યા બાદ ભાગવા જતા સ્કૂટરને એડફેટે લેતા યુવકનું મોત
સિહોરમાં ટ્રકે બાઈકને ટક્કર માર્યા બાદ ભાગવા જતા સ્કૂટરને એડફેટે લેતા યુવકનું મોત

સિહોરમાં ટ્રકે બાઈકને ટક્કર માર્યા બાદ ભાગવા જતા સ્કૂટરને એડફેટે લેતા યુવકનું મોત

0
Social Share

ભાવનગર, 27 મે, 2026 : youth dies after being hit by truck while riding scooter  જિલ્લાના  સિહોરના વડલા ચોક પાસે ગઈ રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે સ્કૂટરને જોરદાર ટક્કર મારતાં 18 વર્ષના આશાસ્પદ યુવક અતીકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવક અમનને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. બેફામ બનેલા ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા પહેલાં ગોપીનાથ કોલેજ જવાના રસ્તે આંબલા ગામના ભાવેશ દિનેશભાઈ કંબોયાની બાઈકને પણ ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યાંથી ભાગવા જતાં સ્કૂટરને અડફેટે લઈ ટ્રક ખોડિયાર મંદિર પાછળ અથડાયો હતો.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  સિહોરના હબીબબાપુની શેરીમાં રહેતા લિયાકતભાઇ ગનીભાઇ ડેરેયાના 18 વર્ષના પુત્ર અતીક અને તેનો મિત્ર અમન બંને એક્સેસ (સ્કૂટર) નંબર GJ-04-EM-9287 લઇને રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ વડલા ચોક તરફથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક ટ્રક નંબર GJ-11-Z-6888ના ચાલક ભરત હાદાભાઇ કુવાડીયા (રહે.ખાખરીયા, તા. સિહોર) એ ટ્રક ગફલતભરી રીતે ચલાવીને અતીકના એક્સેસને અડફેટે લીધુ હતુ. એક્સેસને ટક્કર માર્યા બાદ ‘વિકાસ ટ્રાન્સપોર્ટ’ ની સામેથી વડલા ચોક ખોડીયાર મંદિર પાછળ સુધી ટ્રક ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ​અતીક(ઉં.વ.18) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અતીકનો મિત્ર અમન  ટ્રકની સાથે આશરે એકાદ કિલોમીટર સુધી રોડ પર ધસડાતા તેમને શરીરે અને માથા ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ છે, જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે એકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code