1. Home
  2. ગુજરાતી
  3. PCB બાદ શાહિદ આફ્રિદીએ પણ આપી ગર્ભિત ધમકી, હોસ્ટિંગને લઈને આપ્યું આ નિવેદન
PCB બાદ શાહિદ આફ્રિદીએ પણ આપી ગર્ભિત ધમકી, હોસ્ટિંગને લઈને આપ્યું આ નિવેદન

PCB બાદ શાહિદ આફ્રિદીએ પણ આપી ગર્ભિત ધમકી, હોસ્ટિંગને લઈને આપ્યું આ નિવેદન

0
Social Share

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. ટૂર્નામેન્ટની યજમાનીને લઈને શરૂ થયેલા વિવાદને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી ઘણી આલોચના કરવામાં આવી છે. હવે આ મામલે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અને અનુભવી ક્રિકેટર શાહિદ આફ્રિદીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે શિયાળની જેમ બૂમો પણ પાડી છે.

વાસ્તવમાં, BCCIએ પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. BCCIએ ICCને કહ્યું છે કે ભારત સરકારની નારાજગીને કારણે ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ત્યારથી પાકિસ્તાન ક્રિકેટમાં અરાજકતા છે. PCB દ્વારા હાઇબ્રિડ મોડલને નકાર્યા બાદ ICC ટૂર્નામેન્ટની યજમાની અન્ય કોઇ દેશને સોંપવા અંગે પણ વિચારણા કરી રહી છે. આ અંગે શુક્રવારે એક બેઠક પણ મળવાની છે.

આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલને ન સ્વીકારવા બદલ સમર્થન આપ્યું છે. અનુભવી ઓલરાઉન્ડરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર ‘રમત સાથે રાજકારણ ભળવાનો’ આરોપ મૂક્યો અને ICCને નિષ્પક્ષતા જાળવવા અને તેની સત્તા પર ભાર મૂકવા હાકલ કરી.

આફ્રિદીએ કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને પાંચ વખત ભારતની મુલાકાત લીધી છે. આફ્રિદીએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘રાજકારણને રમત સાથે જોડીને, BCCIએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અનિશ્ચિત સ્થિતિમાં મૂકી દીધું છે. હાઇબ્રિડ મોડલ સામે PCBના વલણને સંપૂર્ણ સમર્થન આપો. ખાસ કરીને જ્યારે પાકિસ્તાને (સુરક્ષાની ચિંતાઓ હોવા છતાં) 26/11 પછી પાંચ વખત ભારતનો પ્રવાસ કર્યો છે, જેમાં દ્વિપક્ષીય સફેદ-બોલ શ્રેણીનો સમાવેશ થાય છે. ICC અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે નિષ્પક્ષતા જાળવવાનો અને તેમની સત્તા પર ભાર મૂકવાનો સમય આવી ગયો છે.મ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code