Homeગુજરાતીગુજરાતઅમેરિકામાં ભાવનગરના સિદ્ધાર્થ શેઠનું સુનીલ ગાવસ્કરના હસ્તે કરાયુ ભવ્ય સન્માન

અમેરિકામાં ભાવનગરના સિદ્ધાર્થ શેઠનું સુનીલ ગાવસ્કરના હસ્તે કરાયુ ભવ્ય સન્માન

અમદાવાદ, 19 ઓગસ્ટ, 2026 : Siddharth Sheth from Bhavnagar honored in the US ભારતના ૮૦ મા સ્વતંત્રતા દિવસની ઊજવણી નિમિત્તે અમેરિકાના સીએટલ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી સભર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રધ્વજ ક્વિઝ’ સ્પર્ધામાં ગુજરાત (ભાવનગર) ના સિદ્ધાર્થ અજયભાઈ શેઠ વિજેતા બન્યા હતા.

આ સિદ્ધિ બદલ ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ, પદ્મભૂષણથી સન્માનિત અને ‘લિટલ માસ્ટર’ તરીકે જાણીતા  સુનીલ ગાવસ્કરના હસ્તે સિદ્ધાર્થ શેઠનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સીએટલના કોન્સ્યુલ જનરલ ઑફ ઇન્ડિયા  પ્રકાશ ગુપ્તા સહિત સ્થાનિક મેયર, સાંસદ, વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સીઈઓ તથા ભારતીય સમુદાયના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમેરિકાની ધરતી પર યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી સાથે ભાવનગરના સિદ્ધાર્થ શેઠને મળેલું આ સન્માન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular