વાપી, 29 એપ્રિલ 2026: Burning container hangs under bridge after accident અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપી નજીક જીઆઈડીસીના બ્રિજ પર આજે એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ આગ ભભૂકી ઉઠી હતી. અને સળગતું કન્ટેનર બ્રિજ પર લટકતા ભારે દોડધામ મચી હતી. અકસ્માત અને આગની ઘટનાને લઈને મુંબઈ-સુરત ટ્રેક ઉપર વાહન વ્યવહાર થોડીવાર માટે અટકાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીના જીઆઈડીસી બ્રિજ પર એક ટેમ્પા અને કેમિકલ ભરેલા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કન્ટેનરમાં આગ લાગી હતી. અને સળગતું કન્ટેનર બ્રિજ પર લટકી ગયું હતું. અકસ્માત બાદ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ થોડી વાર માટે નેશનલ હાઈવે 48ને બંધ કરવામાં આવ્યો હતો. જેથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જોકે, વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના વાપીમાં નેશનલ હાઈવે 48 પર અકસ્માત બાદ કન્ટેનરમાં આગ ભભૂકી હતી અને કન્ટેનર બ્રિજ નીચે લટકી ગયું હતું. અકસ્માતને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. અકસ્માત બાદ આગની ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ નહોતી.


