Homerevoinewsરાજકોટમાં CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડાયા

રાજકોટમાં CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડાયા

રાજકોટ, 29 એપ્રિલ 2026: CGST Superintendent and Tax Consultant caught taking bribe  કેન્દ્ર અને રાજ્ય સરકારમાં તોતિંગ પગાર મેળવતા અધિકારીઓ પણ લાંચ લેવામાં પાછળ રહેતા નથી. ત્યારે રાજકોટમાં સીજીએસટીના સુપરિન્ટેન્ડન્ટ વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને રૂપિયા 20 લાખની લાંચ લેતા ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી લીધા છે. એ.સી.બી.ની આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારે આ લાંચની રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને આપવા માટે સૂચના આપી હતી. એ.સી.બી.ની ટીમે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષમાં છટકું ગોઠવ્યું હતું. જેવું આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા સ્વીકાર્યા, કે તરત જ એ.સી.બી.એ ત્રાટકીને તેને ઝડપી લીધો હતો. આ સાથે જ સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

એ.સી.બી.ની આ કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img