Homeગુજરાતીગુજરાતગુજરાતમાં મુડી રોકાણો લાવવા CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડા જવા રવાના

ગુજરાતમાં મુડી રોકાણો લાવવા CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડા જવા રવાના

અમદાવાદ, 16 ઓગસ્ટ, 2026 : CM Bhupendra Patel departs for the US and Canada ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા અમદાવાદ એરપોર્ટ પરથી રવિવારે વહેલી પરોઢે રવાના થયા હતા.

મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ –  ૨૦૨૭ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.

મુખ્ય સચિવ  એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ  ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય  સચિવ  શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના  ઉદ્યોગ વેપાર જગતનું  પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં  સાથે રહેવાનું છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં  ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગટન  ડી સી, ન્યુયોર્ક ,સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણ કારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટર ના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે.

આગામી જાન્યુઆરી 2027 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે. અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીશ્રીના  વિદેશ પ્રવાસ પ્રસ્થાન સમયે કલેક્ટર  ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને સફળ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img