Homeગુજરાતીગુજરાતકાળુપર રેલવે સ્ટેશન નજીક પોલીસ જવાન પર રોફ જમાવતો નકલી IPS પકડાયો

કાળુપર રેલવે સ્ટેશન નજીક પોલીસ જવાન પર રોફ જમાવતો નકલી IPS પકડાયો

અમદાવાદ, 25 જુન, 2026 : Fake IPS caught robbing policeman  શહેરના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં કારમાં આવેલા એક યુવાને ટ્રાફિક પોલીસ સામે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને ટ્રાફિક પોલીસને પોતે IPS જોન ડેનિયલ તરીકે ઓળખ આપીને બેફામ અપશબ્દો કહીને તેની વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આ ગંભીર ઘટના સંદર્ભે ભોગ બનનાર કોન્સ્ટેબલ અજય દેસાઈએ કાલુપુર રેલવે પોલીસ મથકમાં કથિત IPS સામે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા ફરજ પર હાજર પોલીસ કર્મચારી સાથે એક વ્યક્તિએ પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપીને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આરોપી પોલીસ જવાન સામે ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલી ધક્કો મારી ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, તેણે પોલીસ યુનિફોર્મમાં ખેંચતાણ કરી “મને સેલ્યુટ કેમ નથી મારી?” કહી ધમકી આપીને “અહીંથી દૂર તારું ટ્રાન્સફર કરાવી દઈશ” ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. મામલો ગરમાતા અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, છતાં આ યુવકે પોતાનો રોફ ઝાડતા ધમકી આપી હતી કે, ‘હું IPS જોન ડેનિયલ છું, તારી વર્દી ખાઈ જઈશ અને ડીજી સાહેબને કહીને તારું બહુ દૂર ટ્રાન્સફર કરાવી દઈશ.’

ત્યારબાદ તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ચીમકી આપીને ત્યાંથી ચાલતી પકડી હતી. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે આ નકલી જોન ડેનિયલ સામે ગુનો દાખલ કર્યો હતો, અમદાવાદ રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમ રેલવે પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં જ નકલી IPS યુવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular