પાલનપુર, 6 મે 2026: Farmers face difficulties as they do not get assistance બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને ખેડૂતો બટાકાના સારા ભાવ મળે તે માટે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હોય છે. આ વર્ષે ખેડૂતોએ 61061 હેકટરમાં બટાકા વાવ્યા હતા. જેનું 18.70 લાખ ટન ઉત્પાદન થયું હતુ. જોકે, ભાવ ન મળતાં નૂકશાન થવાની ભિતીથી મોટાભાગના ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકી રાખ્યા છે. બે વર્ષ પહેલા સરકારે એક કટ્ટા ઉપર પાંચ રૂપિયા સહાય આપી હતી. જેનાથી કોલ્ડ સ્ટોરેજનું ભાડુ, ટ્રાન્સપોર્ટ ચાર્જમાં રાહત મળી હતી. ત્યારે આ વર્ષે પણ સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બનાસકાંઠામાં 18,70 લાખ ટન બટેકાનું ઉત્પાદન થયુ છે. ઘણા ખેડૂતોએ યોગ્ય ભાવ ન મળતા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. યાર્ડમાં હજુ પણ બટાકાના પુરતા ભાવ મળતા નથી. બીજીબાજુ કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવેલા બટાકા માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવે તે માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ ધ્યાને લેવામાં આવતી નથી.
જિલ્લાના યાર્ડમાં બટાકાનો ભાવ હજુ પણ પોષાય તેમ ન હોઇ બટાક કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવા પડે તેવી સ્થિતિ છે. બે વર્ષ અગાઉ સરકારે એક કટ્ટા ઉપર પાંચ રૂપિયા સહાય આપી હતી. જેનાથી કોલ્ડ સ્ટોરેજનું ભાડુ, ટ્રાન્સપોર્ટ ચાર્જમાં રાહત મળી હતી. ત્યારે આ વર્ષે પણ સહાય આપવામાં આવે તેવી માંગણી છે.
ભારતિય કિસાન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જોકે, ભાવ ન મળતાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ઉત્પાદન લેવામાં આવી રહ્યું હતુ ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવતા બટાકા માટે સહાય આપવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, સહાય અપાઇ નથી


