1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગે બનાવ્યો એક્શન પ્લાન
ગુજરાતમાં કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગે બનાવ્યો એક્શન પ્લાન

ગુજરાતમાં કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગે બનાવ્યો એક્શન પ્લાન

0
Social Share

અમદાવાદ, 23 એપ્રિલ 2026: Health department prepares action plan against scorching heat ગુજરાતમાં વૈશાખી વાયરા સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં પણ વધારો થયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યારે વધતા તાપમાન અને હીટવેવના ગંભીર પ્રકોપ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તમામ જિલ્લા તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોને તેનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં ગરમી સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, નહીં તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીથી બચવા માટે નાગરિકોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, બહાર જવું જરૂરી હોય તો માથું ઢાંકી રાખવા, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી વધુ પ્રમાણમાં પીવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વધારાની કાળજી રાખવા ભાર મૂકાયો છે. જો ચક્કર આવવું, માથાનો દુખાવો, વધુ તરસ કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા માટે એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ અમલમાં મુકાયો છે. હોસ્પિટલોમાં દવાઓ, ORS, IV ફ્લુઈડ્સ અને આઈસ પેકનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉનાળામાં વધતા વીજ વપરાશને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં ઇલેક્ટ્રિક લોડ ઓડિટ, અગ્નિ સુરક્ષા અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code