1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ પર હાઈકોર્ટનો મનાઈહુક્મ
ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ પર હાઈકોર્ટનો મનાઈહુક્મ

ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ પર હાઈકોર્ટનો મનાઈહુક્મ

0
Social Share

અમદાવાદ, 23 એપ્રિલ 2026: HC stays police complaint against Bhavnagar District Congress President ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રસના જિલ્લા પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ સામે કોંગ્રેસના જ ઉમેદવારના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજદારોને પ્રાથમિક રાહત આપતા તેમની સામે કોઈ નકારાત્મક અથવા કડક કાર્યવાહી નહીં કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી ઓગસ્ટ મહિના સુધી મુલતવી રાખી છે.

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં  કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ સામે પોલીસ ફરિયાદ કરી હતી. જેને પડકારતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે અરજદારોને પ્રાથમિક રાહત આપતા તેમની સામે કોઈ નકારાત્મક અથવા કડક કાર્યવાહી નહીં કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી ઓગસ્ટ મહિના સુધી મુલતવી રાખી છે.

આ બનાવમાં જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિએ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી હતી કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો હતા. તેમ છતાં આ મામલે પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, ​આ આદેશને ન્યાયની જીત ગણાવતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું.” વરિષ્ઠ વકીલની ધારદાર રજૂઆત અને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ કાનૂની સફળતાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code