Homeગુજરાતીગુજરાતરાજકોટમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ જુલાઈના અંતમાં થવાની શક્યતા

રાજકોટમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ જુલાઈના અંતમાં થવાની શક્યતા

રાજકોટ, 3 મે 2026: Lion Safari Park likely to be inaugurated by the end of July શહેરના સીમાડે લાયન સફારી પાર્ક બનાવવાનું કામ અંતિમ તબક્કાનું ચાલી રહ્યું છે. ઉનાળાના વેકેશનમાં શહેરીજનોને સફારી પાર્કનો લાભ મળશે તેવી ગણતરી હતી. પણ સફારી પાર્કનું કામ હજુ બે મહિના ચાલે તેવી શક્યતા છે. આરએમસી દ્વારા સફારી પાર્કનું ક્ષેત્રફળ 10,000 ચોરસ મીટરથી વધારી વધુ સુવિધાઓ આપવા રૂ.7 કરોડના વધારાના ખર્ચની મંજૂરી માંગી છે. આ ફેરફારને કારણે હવે આ પ્રોજેક્ટ જૂનને બદલે જુલાઈ માસના અંતમાં પૂર્ણ થવાની સંભાવના છે.

રાજકોટમાં લોકોને હરવા-ફરવાનું નવું સ્થળ મળે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈસ્ટ ઝોનમાં ઝૂની બાજુની જગ્યા પર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. સરકારની મંજૂરી બાદ પાર્કનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું. રૂ.44 કરોડના ખર્ચે 29 હેક્ટર જગ્યા પર આકાર પામી રહેલા પાર્કની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તંત્રએ અગાઉ જૂન મહિનામાં લોકાર્પણની જાહેરાત કરી હતી, પરંતુ હવે ક્ષેત્રફળ અને ખર્ચ વધતા વેકેશન દરમિયાન સિંહ જોવાનો લ્હાવો મળી શકશે નહીં.

લાયન સફારી પાર્કનું કામ સાત ફેઝમાં વહેંચાયેલું છે.જે પૈકી કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, મેઈન ગેટ, ઈલેક્ટ્રિક વાહન માટે ટુ-વે એન્ટ્રી-એક્ઝિટ, મોટા રસ્તાઓ, તળાવ, ચેકડેમ અને આયુર્વેદિક ગાર્ડન સહિતના કામો પૂર્ણતાના આરે છે. બાકીના બે ફેઝનું કામ પણ ઝડપથી પૂરું થઈ જશે, પરંતુ વધારાના કામોને કારણે મુદત જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટીની મંજૂરી બાદ નિર્ધારિત જૂન-2026ની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. હાલ ચેઈનલિંક ફેન્સિંગ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટરનલ રોડ અને ટુ-વે ગેટનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર અને GSR સહિતની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. હવે એન્ટ્રન્સ પ્લાઝા જેવી વધુ સુવિધાઓ ઉમેરાતા એક માસનો સમય વધારાયો છે. સહેલાણીઓ માટે ઈન્ટર-કનેક્ટેડ રોડ, વિશાળ પાર્કિંગ, રેસ્ટિંગ શેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. સાસણ જેવો જ અનુભવ રાજકોટમાં મળે તે માટે મનપા સજ્જ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular