1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભગવાન જગન્નાથજીનો સાબમમતીના પવિત્ર જળ અને પંચામૃતથી કરાયો જળાભિષેક
ભગવાન જગન્નાથજીનો સાબમમતીના પવિત્ર જળ અને પંચામૃતથી કરાયો જળાભિષેક

ભગવાન જગન્નાથજીનો સાબમમતીના પવિત્ર જળ અને પંચામૃતથી કરાયો જળાભિષેક

0
Social Share

અમદાવાદ, 29 જુન, 2026 : Jalabhishek with holy water and Panchamrit શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે. રથયાત્રા માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન મોસાળમાં પધરામણી કરતા હોય છે.  આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં ગજરાજો પણ જોડાયા હતા . બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો…જય જગન્નાથના નાદ સાથે જળયાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચી હતી. સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભર્યું. આ જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. સાથે જ દૂધ, દહીં, મધ, ખાંડ, ઘી સહિતના પંચામૃતનો પણ જળાભિષેક કરાયો હતો જે બાદ ભગવાને અલૌકિક ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ ક્યું હતું, જેના દર્શન કરી ભક્તિ ભાવવિભોર થયાં હતાં. અને સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોચ્યા હતા, જ્યાં મામાના ઘરે જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.

 આજે સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી વિધિવત રીતે જળયાત્રા પ્રસ્થાન કરાયુ હતું.  આ યાત્રામાં બળદગાડા પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ ભદ્રજી (બળદેવજી)ને બિરાજિત કરવામાં આવ્યા હતા. જળયાત્રામાં ગજરાજ, ઘોડાગાડી, ધ્વજ-કળશ સાથે કાવડિયો અને અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતું. આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતી નદીનું પવિત્ર જળ 108 કળશમાં ભરીને મંદિરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. અને ભગવાનં ભક્તોને વિશેષ ‘ગજવેશ’માં દર્શન આપ્યા હતા.

જળયાત્રાના સમગ્ર રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ્સના જવાનો તૈનાત કરાયા હતા. રથયાત્રા અને જળયાત્રાના બંદોબસ્તમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આખા રૂટનું ઝીણવટભર્યું ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ પર સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી પણ તીક્ષ્ણ નજર રાખવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code