Homeગુજરાતીગુજરાતવાવ-થરાદ પંથકમાં વીજકાપના પ્રશ્ને સાંસદ ગનીબેન ઠાકોરે ઊર્જામંત્રીને કરી રજુઆત

વાવ-થરાદ પંથકમાં વીજકાપના પ્રશ્ને સાંસદ ગનીબેન ઠાકોરે ઊર્જામંત્રીને કરી રજુઆત

થરાદ, 24 સપ્ટેમ્બર,2026 MP Ganiben Thakor’s presentation on the issue of power cuts જિલ્લાના વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ધાંધિયાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ખેડૂતો પણ સિંચાઈ કરી શકતા નથી.  આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સાંસદે પત્રમાં એવી રજુઆત કરી છે કે,  ખેતીવાડી અને જ્યોતિગ્રામ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો પુરવઠો અનિયમિત રહે છે. ખાસ કરીને સાંજના સમયે વીજળી બંધ થવાથી ગ્રામજનોની પરેશાની વધી જાય છે.

થરાદ અને વાવ પંથકમાં વીજળીના ધાંધિયા રોજિંદા બની ગયા છે. સાંજના સમયે જ વીજળી પુરવઠો ખોરવાઈ જાય છે. અને કલાકો બાદ પણ વીજળી પુરવઠો પૂર્વવત થયો નથી. સ્થાનિક લોકોએ યુજીસીએલના અધિકારીઓને રજુઆત કરવા છતાંયે વીજળી ધાંધિયાની સમસ્યા યથાવત રહેતા આખરે સ્થાનિક આગેવાનોએ સાંસદ ગનીબેન ઠાકોરને રજુઆત કરી હતી. સાંસદ ગનીબેને ઊર્જામંત્રીને પત્ર લખીને તાત્કાલીક વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી છે.

સાસદે પત્રમાં એવી રજુઆત કરી છે કે, વીજળીના કાપને લીધે બાળકોના અભ્યાસ પર અસર થાય છે, જ્યારે વૃદ્ધો અને મહિલાઓને પણ મુશ્કેલી ભોગવવી પડે છે. ચોમાસાની સિઝનમાં મચ્છરોનું પ્રમાણ વધે છે, ત્યારે વીજ કાપથી લોકોની પરેશાનીમાં વધુ વધારો થાય છે.અનિયમિત વીજળીના કારણે ખેડૂતોના પાક અને સિંચાઈ પર પણ ખરાબ અસર પડી રહી છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. સાંસદ ગેનીબેન ઠાકોરે ઉર્જા મંત્રીને વિનંતી કરી છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત અને સતત વીજ પુરવઠો આપવામાં આવે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માગ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular