1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NEET PG 30મી ઓગસ્ટના રોજ લેવાશે, 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
NEET PG 30મી ઓગસ્ટના રોજ લેવાશે, 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

NEET PG 30મી ઓગસ્ટના રોજ લેવાશે, 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

0
Social Share

 અમદાવાદ, 6 જુલાઈ, 2026 NEET PG will be held on August 30  નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ દ્વારા નીટ પીજી 2026 પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. આ પરીક્ષા માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આરંભ થઈ ગયો છે. ઉમેદવારો 21 જુલાઈ, 2026ના રાત્રે 11:55 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે નીટ પીજીની પરીક્ષા 30 ઓગસ્ટ, 2026ના રોજ લેવામાં આવશે. પરીક્ષા વ્યવસ્થાપનને પારદર્શક બનાવવા માટે 11 ઓગસ્ટના રોજ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોની આગોતરી જાણકારી અપાશે. નીટ પીજીની પરીક્ષાનું પરિણામ 30 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે.

પોસ્ટ ગ્રેજ્યુએશન તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી NEET PGની પરીક્ષા 30મી ઓગસ્ટના રોજ લેવાશે. આ પરીક્ષા આપવા માગતા ઉમેદવારો આગામી તા. 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. પરીક્ષા વ્યવસ્થાપનને પારદર્શક બનાવવા માટે 11 ઓગસ્ટના રોજ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોની આગોતરી જાણકારી અપાશે. નીટ પીજી 2026 માટે એનબીઇએમએસ દ્વારા પરીક્ષા કેન્દ્રની ફાળવણી અંગે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ વર્ષે પરીક્ષાનું શહેર કે કેન્દ્ર ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વના ધોરણે ફાળવવામાં આવશે નહીં. વહેલી અરજી કરવાથી કોઈ ચોક્કસ શહેર કે સેન્ટર મળવાની કોઈ પ્રાથમિકતા કે અધિકાર મળતો નથી. બોર્ડે તમામ ઉમેદવારોને સલાહ આપી છે કે ઉતાવળમાં અરજી ફોર્મ ભરવાને બદલે શાંતિથી અને તમામ વિગતોની ચકાસણી કરીને જ ફોર્મ સબમિટ કરવું, જેથી કોઈ ભૂલ ન થાય.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. પરીક્ષાની સંપૂર્ણ વિગતો અને અન્ય નિયમો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ઇન્ફોર્મેશન બુલેટિન વાંચી લેવા સૂચન કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code