1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NEET પેપર લીકના મુદ્દે કેન્દ્રિય શિક્ષણ મંત્રી સામે કાળા વાવટા ફરકાવી NSUIએ કર્યો વિરોધ
NEET પેપર લીકના મુદ્દે કેન્દ્રિય શિક્ષણ મંત્રી સામે કાળા વાવટા ફરકાવી NSUIએ કર્યો વિરોધ

NEET પેપર લીકના મુદ્દે કેન્દ્રિય શિક્ષણ મંત્રી સામે કાળા વાવટા ફરકાવી NSUIએ કર્યો વિરોધ

0
Social Share

અમદાવાદ, 14 મે 2026: NSUI protested by raising black flags against the Union Education Minister   નીટના પેપર લીક થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. નીટ પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે આઈઆઈએમની મુલાકાતે આવતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય શિક્ષણમંત્રીના કાફલાને રોકવા આવેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

કેન્દ્રિય શિક્ષણ મંત્રી આજે અમદાવાદમાં આઈઆઈએમના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. કોઈ વિરોધ ન થાય તે માટે કેન્દ્રિય શિક્ષણ મંત્રીની મુલાકાતનો કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. પણ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અમદાવાદની મુલાકાતે આવ્યાની જાણ થતાં એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરવા માટે એકઠા થઈ ગયા હતા. શિક્ષણ મંત્રીના આગમન પહેલા જ આઈઆઈએમની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાફલો આઈઆઈએમની ગેટ પરથી બહાર નીકળ્યો, ત્યારે અચાનક જ એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓ કાળા વાવટા અને કાળા કપડાં પહેરીને રસ્તા પર આવી ગયા હતા. તેમણે મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલા જ તૈનાત પોલીસે તાત્કાલિક પહોંચીને તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

આ વિરોધ પ્રદર્શન અંગે ગુજરાત NSUIના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “NEETની પરીક્ષાનું પેપર લીક થયું હોવાથી અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે અમે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરીએ છીએ. આ કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના મળતિયાઓની સંડોવણી અથવા સેટિંગ હોય એવું લાગી રહ્યું છે, જેની નૈતિક જવાબદારી સ્વીકારી તેમણે તુરંત પદ પરથી હટી જવું જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code