ગાંધીનગર, 14 મે 2026: Recruit 1141 physical education teachers for schools રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપી રહી છે. અને કોમનવેલ્થ પણ યોજાવાની છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ રાજ્યમાં કુલ 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારોની પસંદગી SAT (School Aptitude Test) પરીક્ષાના મેરીટ આધારે કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 1,141 વ્યાયામ શિક્ષકોની ધોરણ 6થી 8 માટે ભરતી કરવામાં આવશે. SAT પરીક્ષાના મેરીટના આધારે સીધી ભરતી કરાશે. સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, આ ભરતી માટે રાજ્ય સરકારે વિશેષ 3 વર્ષની છૂટ આપી છે. જેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 38 વર્ષ સુધી, તથા અનામત વર્ગ (SC/ST/OBC/EWS) માટે 43 વર્ષ સુધી તેમજ મહિલા ઉમેદવારમોને પણ વયમર્યાદામાં છૂટછાટ અપાશે. જ્યારે અનામત મહિલા ઉમેદવાર માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે. (File photo)
.

