સુરત, 28 મે, 2026 : Bridge inauguration date not available શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગ જંક્શન પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા 16.43 કરોડના ખર્ચે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો કનેક્ટિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થયાને પખવાડિયાનો સમય વિતિ ગયો છે. છતાં ઉદઘાટન માટે નેતાઓનો સમય મળતો ન હોવાથી નવ નિર્મિત બ્રિજનું લોકાર્પણ અટકી ગયું છે. દરમિયાન બ્રિજનું લોકાર્પણ ન થતા સ્થાનિક લોકોએ ચીમકી આપી હતી કે, જો ત્રણ દિવસમાં બ્રિજ ખુલ્લો નહીં થાય તો જનતા જાતે જ લોકાર્પણ કરી દેશે. આથી મોટા ગર્ડર મુકીને બ્રિજને બંધ રખાયો છે.
શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગ જંક્શન પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા 16.43 કરોડના ખર્ચે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો કનેક્ટિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થયાને 15 દિવસથી વધુ સમય વિતિ ગયો છે. લોકોએ બ્રિજનું જાતે જ લોકાર્પણ કરી દેવાની ચિમકી આપતા મ્યુનિ.કોર્પોરેશને તાત્કાલિત હજારો ટનના સિમેન્ટના મસમોટા બ્લોક બ્રિજના નાકે ગોઠવી દીધા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ વર્ષ 2019માં ઉત્કલનગરથી અશ્વિનીકુમાર રોડનો બ્રિજ બન્યો ત્યારથી એટલે કે છેલ્લા 7 વર્ષથી વેડ, કતારગામ અને વરાછાની જનતા હીરાબાગ જંક્શન પર રોજ સવાર-સાંજ ટ્રાફિકના નરક સમાન ચક્કાજામનો સામનો કરે છે. ખાસ કરીને સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન રત્નકલાકારો અને નાના વેપારીઓ રોજ કલાકો સુધી અહી ઈંધણ અને સમય બંને બગાડે છે. આ નવો રેમ્પ શરૂ થાય તો ટ્રાફિક સીધો 70% ઘટી જાય તેમ છે અને અંદાજે 5 લાખથી વધુ વાહનચાલકોને સીધો ફાયદો થાય તેમ છે. પરંતુ, જનતાની સુવિધા કરતાં નેતાજીનો કેમેરા ફેસ અને પ્રોટોકોલ વધારે કિંમતી હોય તેમ લાગી રહ્યું છે.


