1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા જિલ્લાનું સાયન્સનું 85.55 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ
વડોદરા જિલ્લાનું સાયન્સનું 85.55 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ

વડોદરા જિલ્લાનું સાયન્સનું 85.55 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ

0
Social Share

વડોદરા, 4 મે 2026: Class 12th result  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.55% આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ 88.11 ટકા આવ્યું છે.

વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ સારૂ આવતા વિદ્યાર્થીઓમાં ખૂશી જોવા મળી હતી. કોમર્સની વિદ્યાર્થિની હર્ષિતા પહેલવાનીએ જણાવ્યું હતું કે, મેં 99.91 PR પર્સન્ટાઈલ મેળવ્યા છે. મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મારે સ્ટેટિસ્ટિક્સમાં 100માંથી 100 ગુણ આવ્યા છે અને એકાઉન્ટ્સમાં 99 ગુણ આવ્યા છે. હું રોજ નિયમિતપણે બે થી ત્રણ કલાક રિવિઝન કરતી હતી અને લખવાની પ્રેક્ટિસ પર વધુ ભાર આપતી હતી. મારા ક્લાસના ટીચર પ્રથમ સરનો આમાં મોટો ફાળો છે. એમનું સપનું હતું કે મારે 100 માંથી 100 ગુણ આવે, જે આજે પૂરું થયું છે. સાથે જ મારી સ્કૂલના શિક્ષકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. હું બધાને બસ એટલું જ કહીશ કે મહેનત કરતા રહો, એકને એક દિવસ તો સફળતા ચોક્કસ મળશે જ.

કોમર્સના વિદ્યાર્થી જેયોન ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ થાય છે. મેં જે મહેનત કરી હતી તે આજે સફળ થઈ હોય તેવું મને અનુભવાઈ રહ્યું છે. સૌથી પહેલા તો મેં વાંચવા માટેનું એક વ્યવસ્થિત ટાઈમ-ટેબલ બનાવ્યું હતું. હું મોડે સુધી જાગી શકતો નથી, એટલે હું વહેલી સવારે ઉઠીને જ વાંચવાનું પસંદ કરતો હતો. મેં આ ટાઈમ-ટેબલનું ચુસ્તપણે પાલન કર્યું, જેના કારણે પરીક્ષા પહેલા જ બધા વિષયોનું ત્રણથી ચાર વખત રિવિઝન પૂર્ણ થઈ ગયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code