વડોદરા, 4 મે 2026: Bull fell into open drain જિલ્લાના કરજણના નવાબજાર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસેની ખૂલ્લી ગટરમાં એક આખલો પડી ગયો હતો. આ બનાવની જણા થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને ગટરમાં પડેલા આખલાને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. પણ આખલાને ગટરમાંથી બહાર કાઢી શકાયો નહતો. આખરે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. અને ફાયરબ્રિગેડના જવાનોએ ક્રેઈનની મદદથી ભારે જહેમત બાદ ગટરમાંથી આખલાંને બહાર કાઢ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, કરજણમાં શાક માર્કેટ નજીક ખૂલ્લી ગટરમાં આખલો ખાબક્યો હતો. ખૂલ્લી ગટર ઊંડી હોવાથી આખલો બહાર નીકળી શક્યો નહતો. આ બનાવની જણા થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને ગટરમાં પડેલા આખલાને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. પણ આખલાને ગટરમાંથી બહાર કાઢી શકાયો નહતો. આખરે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી આથી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આખલાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની ટીમે JCB અને સ્થાનિક લોકોની મદદથી આખલાને સહીસલામત રીતે ગટરમાંથી બહાર કાઢ્યો હતો. બહાર કઢાયેલા અબોલ જીવને સદનસીબે કોઈ મોટી ઇજાઓ પહોંચી ન હતી. ઉલ્લેખનીય છે કે, અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. આજે આ અબોલો જીવ હતો, કાલે કોઈ વ્યક્તિ આવી દુર્ઘટનાનો ભોગ બને અને જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ? આ પ્રકારની ઘટનાઓમાં તંત્ર સામે યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે.


