Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં વટવા GIDCના ગોદામમાં સબસિડીવાળી યુરિયા ખાતરની 857 બોરી પકડાઈ

અમદાવાદમાં વટવા GIDCના ગોદામમાં સબસિડીવાળી યુરિયા ખાતરની 857 બોરી પકડાઈ

અમદાવાદ, 10 સપ્ટેમ્બર, 2026 :  857 bags of subsidized urea fertilizer seized  સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી સાથે ઓછાભાવે અપાતુ યુરિયા ખાતર કાળા બજારમાં પગ કરી જતું હોય છે. ત્યારે વટવા જીઆઈડીસી પોલીસે કૃષિ વિભાગના અધિકારીને સાથે રાખીને  વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શ્રદ્ધા એસ્ટેટના મણીધર પ્લાસ્ટો નામના ગોડાઉનમાં દરોડો પાડીને ખેડૂતો માટેનું સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે.  ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 857 બોરીઓ મળી આવી હતી. પોલીસે ખાતરના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલતા એના પરીક્ષણમાં યુરિયા ખાતર  ખેતી વપરાશનું હોવાનું પુરવાર થયું હતું. ત્યારબાદ  પોલીસે ગોડાઉનના ભાગીદારો અને ખાતર સપ્લાય કરનારા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, વટવા જીઆઈડીસી પોલીસને એસપી રિંગ રોડ પર પંચરત્ન એસ્ટેટ પાસેના ગોડાઉનમાં કાયદા વિરુદ્ધ યુરિયા ખાતરનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની માહિતી મળી હતી. પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખીને રેડ પાડતા  નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ સ્થળ પરથી ખાતરના સેમ્પલ લઈને ચકાસણી અર્થે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલ્યા હતા.

પોલીસે ગોડાઉનમાં હાજર અર્જુનસિંહ સિસોદિયાની પૂછપરછ કરતાં યુરિયા ખાતર રાયમલ ભરવાડ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને સ્થળ પરથી 857 ભરેલી બોરીઓ ઉપરાંત 700થી વધુ ખાલી થેલીઓ પણ મળી આવી હતી. ખેડૂતોને આધાર પુરાવા અને ફિંગરપ્રિન્ટ લીધા બાદ જ અપાતું આ ખાતર બિનઅધિકૃત રીતે રખાયું હોવાનું સ્પષ્ટ થયું હતું. સરકારી સબસિડીવાળા ખાતરનો ગેરકાયદે સંગ્રહ કરવા બદલ પોલીસે મણીધર પ્લાસ્ટોના ભાગીદારો અને ખાતર આપનારા રાયમલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ મામલે વટવા GIDC પોલીસે આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular