Homeગુજરાતી5 વર્ષ બાદ સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

5 વર્ષ બાદ સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર સવારે પોણા નવ વાગ્યે નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે.

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શિવ કૈલાશ માનસરોવરમાં નિવાસ કરે છે. તેનો ઉલ્લેખ ઘણા હિન્દુ ગ્રંથોમા જોવા મળે છે. અહીં સરોવરની પરિક્રમા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

સંબંધિત લેખો

Most Popular