1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી અધિકારીઓ અને પોલીસ ભાજપના એજન્ટ હોય તે રીતે કામ કરે છેઃ અમિત ચાવડા
સરકારી અધિકારીઓ અને પોલીસ ભાજપના એજન્ટ હોય તે રીતે કામ કરે છેઃ અમિત ચાવડા

સરકારી અધિકારીઓ અને પોલીસ ભાજપના એજન્ટ હોય તે રીતે કામ કરે છેઃ અમિત ચાવડા

0
Social Share

અમદાવાદ, 14 એપ્રલ 2026: Government officials and police act as if they are agents of BJP  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય તે રીતનું વર્તન કરી રહ્યા છે. પોલીસના જ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોના ઘરે જઈને ડરાવી અને ધમકાવી રહ્યા છે. કલોલ, સુરત, આણંદ સહિત અનેક જગ્યાએ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. જે અધિકારીઓ ધમકાવી રહ્યા છે તેમના નામ સાથે ચૂંટણી પંચને અને DGPને ફરિયાદ આપી છે. ચૂંટણી અધિકારીઓ પણ પુરાવા ચેક કર્યા વગર ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે.

ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉમરગામમાં એક ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલું બધું દબાણ કર્યું કે ચૂંટણી અધિકારીએ જ આત્મહત્યા કરવી પડી છે. સત્તાનો ઉપયોગ કરી ડરાવવાની અને ધમકાવવાના જે પ્રયાસ થઈ રહ્યા છે તે રોકવામાં નહીં આવે તો અધિકારીઓને પણ અમે બહાર પાડીશું. ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ચૂંટણી અધિકારી પર એટલું બધું પ્રેશર કરાવવામાં આવ્યું કે વારંવાર ટોર્ચર કરવામાં આવતા માનસિક ત્રાસથી આત્મહત્યા કરવી પડી તેવી ત્યાંના લોકોને પ્રાથમિક રજૂઆત છે. સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ અધિકારીઓ પર પ્રેશર કરી રહ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરવી પડી છે. ચૂંટણી આયોગે કડક પગલા લેવા માટે કોગ્રેસે માગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code