1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ નજીક ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો ડિવાઈડર કૂદી કાર સાથે અથડાતા બેનાં મોત
રાજકોટ નજીક ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો ડિવાઈડર કૂદી કાર સાથે અથડાતા બેનાં મોત

રાજકોટ નજીક ગોંડલ ચોકડી પાસે સ્કોર્પિયો ડિવાઈડર કૂદી કાર સાથે અથડાતા બેનાં મોત

0
Social Share

રાજકોટ, 5 મે 2026: Two killed as Scorpio jumps divider and hits car  શહેરમાં ગોંડલ ચોકડી પાસે સોમવારે સાંજના સમયે  ગોંડલથી રાજકોટ તરફ આવતી ઈકો પર પૂરપાટ ઝડપે સ્પોર્પિયો કારના ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડક કૂદીને સામેથી આવતી ઈકોકાર સાથે ધડાકાભેર અથડાતા ઈકોમાં સવાર મૂળ થાનગઢના બે સગાભાઈના તેમની પત્નીઓની નજર સામે મોત નિપજયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર કુલ 9ને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

શહેરમાં ગોંડલ રોડ પર ટાટા મોટર્સના શોરૂમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવ મુજબ  ગોંડલથી લૌકિક પ્રસંગ (મરણના અવસર)માં હાજરી આપીને પરત ફરી રહેલા પરિવારની ઇકો કારને સામેથી આવતી સ્કોર્પિયોએ ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં થાનગઢના રહેવાસી બે સગા ભાઈઓના મોત થયા છે. પરિવારના બે મોભીઓના એકસાથે મૃત્યુથી પાટડીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના નામ શામજીભાઈ નરશીભાઈ પાટડીયા (ઉ.વ. 70) અને મગનભાઈ નરશીભાઈ પાટડીયા (ઉ.વ. 60) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ઇકો ગાડીમાં સવાર અન્ય પાંચ મુસાફરોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક મગનભાઈ પાટડીયા રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જ્યારે શામજીભાઈ પાટડીયા સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે રહેતા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે આજીડેમ પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં સ્કોર્પિયો ચાલક ફિરોઝ હોવાનું સામે આવ્યું છે જેને પોલીસે સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત મહેબૂબ નામનો શખ્સ તેના ભાઈના લગ્ન માટે સ્કોર્પિયો કાર ભાડેથી લઈ આવ્યો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. સ્કોર્પિયોમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી 3 લોકો ઈજાગ્રસ્ત થતા એકને ખાનગી અને બે ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ આજીડેમ પોલીસ દ્વારા સ્કોર્પિયો ચાલક ફિરોઝ સામે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code