1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક અકસ્માતને લીધે કારમાં આગ લાગતા એકનું મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક અકસ્માતને લીધે કારમાં આગ લાગતા એકનું મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક અકસ્માતને લીધે કારમાં આગ લાગતા એકનું મોત

0
Social Share

વડોદરા, 9 મે 2026: One dead as car catches fire ગુજરાતમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અને કારમાં આગ બુઝાવી હતી, આગને લીધે કાર બળીને ખાક તઈ ગઈ હતી. આ બનાવની પાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. અને કારમાં સવાર એક વ્યક્તિ જીવતો સળગી ગયો હતો. આ બનાવમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર ફાઈટરો અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો. હાલમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માતના ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ વડોદરા જિલ્લાના પાદરા પાસેથી કરજણ તરફ જતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં આગ ભભૂકી ઊઠતાં વાહન સંપૂર્ણપણે સળગી ગયું હતું. આગમાં ફસાયેલ વ્યક્તિ કારની અંદર જ બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહને ભારે જહેમતે કારમાંથી કારમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃત વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના અકસ્માત બની છે કે પછી ચાલુ કારમાં આગ લાગવાથી વ્યક્તિનું મોત થયું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code