1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે SMC અને ટ્રાફિક પોલીસ સાથે મળી કામ કરશે
સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે SMC અને ટ્રાફિક પોલીસ સાથે મળી કામ કરશે

સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે SMC અને ટ્રાફિક પોલીસ સાથે મળી કામ કરશે

0
Social Share

સુરત, 9 મે 2026: SMC and Traffic Police will work together to solve traffic problems શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેની લીધે શહેરના દરેક રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સાથે મળીને કામ કરવાનું આયોજન કરાયું છે. શહેરના રસ્તાઓ પર વાહનોના વધતા ભારને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અને સિગ્નલો પર વેડફાતા સમયને બચાવવા માટે ટ્રાફિક પોલીસ અને સુરત મ્યુનિ, કોર્પોરેશને સાથે મળીને એક વ્યાપક નિરીક્ષણ અભિયાન હાથ ધર્યું છે. આ સંયુક્ત કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ટ્રાફિક મેનેજમેન્ટને વધુ આધુનિક અને લોકભોગ્ય બનાવવાનો છે.

સુરત મ્યુનિના  ઉચ્ચ ટેકનિકલ અધિકારીઓ અને શહેર ટ્રાફિક પોલીસના સિનિયર અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને ટ્રાફિક સિગ્નલોની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા એવી તમામ નાની-મોટી સમસ્યાઓની યાદી તૈયાર કરવામાં આવી છે જે વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થાય છે.

સુરત મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ વચ્ચેના આ સંકલનને કારણે એવા પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જ્યાં રસ્તાની પહોળાઈ, સિગ્નલનો સમયગાળો અથવા આસપાસના દબાણોને કારણે ટ્રાફિક જામ થતો હોય. પોલીસ કે માત્ર પાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ નથી, તેથી બંને વિભાગોએ સાથે મળીને ઓન-ગ્રાઉન્ડ કામગીરી શરૂ કરી છે. આ અભિયાન માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત નથી. આગામી દિવસોમાં શહેરના તમામ મુખ્ય અને નાના ટ્રાફિક સિગ્નલો પર નિરીક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસના જવાનો જે-તે પોઈન્ટ પર રહીને જે અનુભવો કરે છે અને જે મુશ્કેલીઓનો સામનો કરે છે, તેને આધારે ડેટા એકઠો કરવામાં આવશે. અમુક જંક્શન પર વાહનોની સંખ્યા ઓછી હોવા છતાં લાલ લાઈટ લાંબો સમય ચાલુ રહે છે, જ્યારે અમુક જગ્યાએ ભારે ધસારા સામે સમય ઓછો પડે છે. આ વિસંગતતા દૂર કરવામાં આવશે. ચાલકોને સ્પષ્ટ દેખાય તે રીતે માર્કિંગ કરવા અને પેડેસ્ટ્રિયન માટેની સુવિધાઓ વધારવા પર ભાર મુકાશે. સિગ્નલ પાસે વળાંક લેતા વાહનોને કારણે પાછળ ઉભેલા વાહનોને નડતર ન થાય તે માટે લેન મેનેજમેન્ટમાં ફેરફારની જરૂરિયાત તપાસવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code