1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલ નજીક યાત્રાળુઓની ખાનગી બસે પલટી ખાતા બે મહિલાના મોત, 25ને ઈજા
ગોંડલ નજીક યાત્રાળુઓની ખાનગી બસે પલટી ખાતા બે મહિલાના મોત, 25ને ઈજા

ગોંડલ નજીક યાત્રાળુઓની ખાનગી બસે પલટી ખાતા બે મહિલાના મોત, 25ને ઈજા

0
Social Share

રાજકોટ, 25 મે, 2026 : Two women die after private pilgrim bus overturns ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી જતાં સાસુ-વહુ એવા બે મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે 25 જેટલા યાત્રાળુઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે એક ખાનગી બસ યાત્રાળુઓને લઈને બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. તમામ સ્થળોએ દર્શન પૂરા કરી પરત ફરી રહેલી આ બસ આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી. રોડ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઈડ આપવા માટે ખાનગી બસના ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું, પરંતુ તે જ સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટતાં જ વહેલી સવારે ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરોની ચીસાચીસ અને કરુણ આક્રંદથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત સમયે બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકો સવાર હતા. આ અકસ્માતમાં બસ નીચે દબાઈ જતા બે મહિલાના મોત નીપજ્યાં હતા. મૃતકના નામ  શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ) અને મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ) હોવાનું જાણવા મળ્યુ છે. 108 એમ્બ્યુલન્સ અને પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code