1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક સિંહએ યુવાનને ફાડી ખાધો
જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક સિંહએ યુવાનને ફાડી ખાધો

જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક સિંહએ યુવાનને ફાડી ખાધો

0
Social Share

અમરેલી, 27 મે, 2026 : A lion tore apart a young man જિલ્લાના જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાન પર સિંહે હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની આશંકા વનવિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે,  જાફરાબાદના વારાસ્વરૂપ ગામના રહેવાસી ભરતભાઈ મધાભાઇ બારૈયા નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ હતો. શોધખોળ દરમિયાન ભાકોદર ગામ નજીક બાવળની કાંટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના હુમલાના કારણે મૃતદેહની સ્થિતિ એટલી હદે ભયાનક હતી કે શરીરમાં માત્ર ચહેરો જ ઓળખાય તેવી સ્થિતિમાં બચ્યો હતો, જ્યારે બાકીના ભાગના માત્ર અવશેષો જ હાથ લાગ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના RFO સહિત વનવિભાગનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોના આક્રોશને શાંત પાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે જાફરાબાદ મરીન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

આ ઘટનાની ગંભીરતાને જોતા મૃતક યુવાનના દેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, વનવિભાગની એક ખાસ ટીમ દ્વારા હુમલો કરનાર સિંહનું લોકેશન ટ્રેસ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ સિંહના હુમલામાં યુવકનું મોત થયું હોય એવું લાગે છે. હાલ ફોરેન્સિક પીએમ માટે કાર્યવાહી હાથ ધરી છે. સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code