1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે
ગુજરાતના દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે

ગુજરાતના દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે

0
Social Share

ગાંધીનગર, 3 જુન 2026 : Developed India Sankalp Sammelan ગુજરાતના દરેક જિલ્લા મથકોએ તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજવામાં આવશે. વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા, રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા તેમજ છેવાડાના માનવી સુધી લોકકલ્યાણની યોજનાઓ પહોંચાડવા અને જનભાગીદારી-વૃદ્ધિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે પ્રભારી મંત્રી, સંસદસભ્ય અને પ્રદેશ કક્ષાએથી નિમણૂંક પામેલા ખાસ વક્તાઓ હાજર રહેશે. જે “બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના” વિષય વક્તવ્ય આપશે. દરેક સંમેલનમાં વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો, પ્રતિષ્ઠિત નાગરિકો, પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ એસોસિએશનો, યુનિવર્સિટીઓ, રમતગમતની સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.

આ કાર્યક્રમમાં સમાજનો દરેક વર્ગ સહભાગી બને તેની કાળજી રાખવામાં આવી છે. જે સંદર્ભે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા,શ્રેષ્ઠ ખેડૂત, રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા ખેડૂતો,સાહિત્ય, કળા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન કરનારા મહાનુભાવો પણ ભાગ લેશે.  આ કાર્યક્રમના અમલ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની રચના કરાઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે બે અને નાના જિલ્લાઓમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ( file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code