Homeગુજરાતીગુજરાતચોમાસાની વિદાયના ટાણે જ ઉત્તર પૂર્વના સુકા પવન ફુંકાતા તાપમાન થયો વધારો

ચોમાસાની વિદાયના ટાણે જ ઉત્તર પૂર્વના સુકા પવન ફુંકાતા તાપમાન થયો વધારો

અમદાવાદ, 28 સપ્ટેમ્બર, 2026 : Temperatures rise as dry northeast winds  ગુજરાતમાં બે-ત્રણ દિવસથી વરસાદે સંપૂર્ણ વિશ્રામ કર્યો છે. રાજ્યમાં ચોમાસુ વિદાય લેવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ઉત્તર-પૂર્વના પવનને કારણે ઉનાળા જેવા તામપાનનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 32 ડિગ્રીને વટાવી ગયો છે. રાજકોટમાં તો તામપાનનો પારે 35 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિત શહેરોમાં પણ તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. ગરમીમાં વધારો થતાં લોકો ઉનાળાનો અહેસાસ કરી રહ્યા છે.

  હવામાન વિભાગનાં કહેવા મુજબ છેલ્લા ચાર દિવસથી પવનની દિશા બદલાઇ છે, રાજ્યભરમાં હાલ  ઉત્તર પૂર્વના સુકા પવનો ફુંકાઇ રહ્યા છે. આથી અંગ દઝાડતા તાપનો અનુભવ થઈ રહ્યો છે. પવનની આ દિશા  બદલાતા હજુ પણ આગામી દિવસોમાં તાપમાનનો પારે 40 ડિગ્રી નજીક પહોચે તેવી શક્યતા છે. રાજકોટ શહેરમાં રવિવારે બપોરે ર.30 કલાકે તાપમાન 3પ ડિગ્રી નોંધાયુ હતું અને બપોરે હવામાં ભેજ 44 ટકા રહ્યો હતો તથા પવનની ઝડપ ર6 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. બપોરે તાપ સાથે ઝડપી અને સુકો પવન પણ ફુંકાતા લોકોએ લૂ નો અનુભવ કર્યો હતો.

ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં  છેલ્લા કેટલાક દિવસોથી સવારે અને બપોરનાં સમયે સતત તેજ પવન ફુંકાય છે. ખાસ કરીને  બપોરે આકરા તાપ સાથે ઝડપી પવનથી લૂ જેવો અહેસાસ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular