HomeગુજરાતીગુજરાતAAP’ના MLA ચૈતર વસાવાને બિમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના...

AAP’ના MLA ચૈતર વસાવાને બિમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીન

અમદાવાદ, 28 ઓક્ટોબર, 2026 : Supreme Court grants 3-day bail to AAP MLA Chaitar Vasava આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. દરમિયાન ચૈતર વસાવાના ભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી ચૈતર વસાવાએ પોતાના ભાઈની ખબર કાઢવા માટે જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં માત્ર 1 દિવસના જામીન મળ્યા હતા. આથી હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતા, સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસની કરી છે.

જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના  ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. બીમાર ભાઈની ખબર પૂછવા માટે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં માત્ર એક  દિવસના જામીન મળ્યા હતા. હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતા, સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસની કરી છે, જે તેમના માટે રાહતના સમાચાર છે.

આ અંગે વિગતો આપતા વકીલ પુનીત જૂનેજાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવા તરફથી દેશના જાણીતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા અને કેસની ગંભીરતા તથા પારિવારિક પરિસ્થિતિ અંગે રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈને કોર્ટે આ હુકમ કર્યો છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવા વન કર્મચારીને મારવાના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરાયેલું ગેરકાયદે અતિક્રમણ અને પાક વનકર્મીઓએ હટાવી દીધો હતો. આ જમીન વિવાદ અંગે ચર્ચા કરવાના બહાને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને દેડિયાપાડા ખાતે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા.વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા તથા તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી હતી. આ ઘટના બાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે રાયોટિંગ, આર્મ્સ ઍક્ટ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 23 જૂન 2026ના રોજ નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત એકંદરે 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25000થી રૂ. 96000 સુધીનો દંડ ફટકાર્યો હતો. (File photo)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular