Homeગુજરાતીગુજરાતસોનાના 10 ગ્રામના ભાવમાં રૂપિયા 1700 અને ચાંદીના ભાવમાં કિલોમાં 7000નો કડાકો

સોનાના 10 ગ્રામના ભાવમાં રૂપિયા 1700 અને ચાંદીના ભાવમાં કિલોમાં 7000નો કડાકો

અમદાવાદ, 31 ઓકટોબર,2026 :  Gold and silver prices fall દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. શુક્રવારે સાંજે 5.08 વાગ્યે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ડિસેમ્બર ફ્યૂચરવાળી ચાંદી 7000 રૂપિયા અથવા 3.67% તૂટીને 1,82,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે સોનાના ભાવમાં 1.16% (1657 રૂપિયા)નો ઘટાડો થયો અને તે પ્રતિ 10 ગ્રામ 1,40,900 રૂપિયા પર પહોંચી ગયું હતું. આમ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામના ભાવમાં રૂપિયા 1700 અને ચાંદીના પ્રતિકિલોના ભાવમાં રૂપિયા 7000નો ઘટાડો નોંધાયા હતો.

 વૈશ્વિક ઘટનાક્રમોની અસરને લીધે સોના-ચાંદીના શુક્રવારે ભાવ વધુ તૂટયા હતા. બે જ દિવસમાં ચાંદીમાં 11000થી અધિકનો કડાકો સર્જાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં લગભગ દરરોજ 5000થી 10,000 રૂપિયા સુધીનો ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે સાંજે 5.08 વાગ્યે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ડિસેમ્બર ફ્યૂચરવાળી ચાંદી 7000 રૂપિયા અથવા 3.67% તૂટીને 1,82,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જ્યારે સોનાના ભાવમાં 1.16% (1657 રૂપિયા)નો ઘટાડો થયો અને તે પ્રતિ 10 ગ્રામ 1,40,900 રૂપિયા પર પહોંચી ગયું હતું

રાજકોટમાં શુક્રવારે  10 ગ્રામ સોનુ 1700 ના ઘટાડાથી 1.45 લાખ હતું. વાયદામાં 985 ઘટીને 141610 હતુ.વિશ્વ બજારમાં ભાવ 4000 ડોલરની નીચે સરકીને 3988 ડોલર થયુ હતું. વિશ્વ બજારમાં ચાંદી 39.90 ડોલર હતી. લોકલમાં હાજર 1.90 લાખ તથા વાયદામાં 4250 ના ઘટાડાથી 185200 હતી. વેપારીઓના કહેવા પ્રમાણે અમેરીકી વ્યાજદર યથાવત રહેવા છતાં ટ્રેન્ડ મંદીનો જ બની રહ્યો હતો.  સતત ઘટતા ભાવોને કારણે ધનતેરસ-દિવાળીની ખરીદી કેવી રહે છે તેના પર મીટ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular