અમદાવાદ, 02 નવેમ્બર, 2026 : Daily superfast express train will run between Sabarmati-Varanasi પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 12205/12206 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસની નિયમિત સેવા 4થી નવેમ્બરને બુધવારથી શરૂ કરાશે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલવે કનેક્ટિવિટી મજબૂત બનાવશે. આ ટ્રેન શરૂ થતાં દિવાળી અને છઠ પૂજા માટે વતન ઉત્તરપ્રદેશ જતા પ્રવાસીઓને લાભ મળશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ ટ્રેન નંબર 12205 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 4 નવેમ્બરથી દરરોજ સવારે 5.20 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 6.30 વાગ્યે વારાણસી પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 12206 વારાણસી–સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 નવેમ્બરથી દરરોજ સાંજે 5.30 વાગ્યે વારાણસીથી ઉપડી બીજા દિવસે રાત્રે 8.15 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડવર મહુવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 12205 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ માટે આજથી એટલે કે 2જી નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ શરૂ થશે. આ નવી સેવા શરૂ થતાં ગુજરાતથી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ જતાં પેસેન્જરોને દૈનિક રેલવે મુસાફરીનો વધુ એક વિકલ્પ મળશે.
ટ્રેન નંબર 12205 સાબરમતી–વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ માટે પણ તા. 2જી નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ શરૂ થશે. આ નવી સેવા શરૂ થતાં ગુજરાતથી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ જતાં પેસેન્જરોને દૈનિક રેલવે મુસાફરીનો વધુ એક વિકલ્પ મળશે.


