Homeગુજરાતીગુજરાતઅમદાવાદના ઈન્દિરા બ્રિજની બન્ને બાજુ ત્રણ લેનનો કેબલસ્ટેન્ડ બ્રિજ બનાવાશે

અમદાવાદના ઈન્દિરા બ્રિજની બન્ને બાજુ ત્રણ લેનનો કેબલસ્ટેન્ડ બ્રિજ બનાવાશે

અમદાવાદ, 15 જુલાઈ, 2026 :  A three-lane cable-stayed bridge will be constructed on both sides of the Indira Bridge શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળે છે. અમદાવાદ – ગાંધીનગર વચ્ચે પણ ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ-કોબા-ગાંધીનગર હાઈવે પર આવેલા 43 વર્ષ જૂના ઇન્દિરા બ્રિજનું કાયાકલ્પ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્દિરા બ્રિજને 12 લેનના આઇકોનિક બ્રિજમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલ 6 લેન ધરાવતા ઇન્દિરા બ્રિજની બંને બાજુએ નવા 3-3 લેનના આધુનિક કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવામાં આવશે, જેના કારણે સમગ્ર બ્રિજની ક્ષમતા વધીને 12 લેન થઈ જશે.

અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવેને આઈકોનિક બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઈન્દિરાબ્રિજના બન્ને બાજુ ત્રણ-ત્રણ લેનનો કેબલ સ્ટેન્ડ બ્રિજ બનાવીને 12 લેનનો બનાવાશે. જેના માટે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે રૂ. 96.23 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 109 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર સાબરમતી નદી ઉપર આવેલા હાલના ઇન્દિરા બ્રિજનું વિસ્તરણ અને આધુનિકીકરણ આ પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો રહેશે. નવા કેબલ-સ્ટેડ બ્રિજની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર હર્ષિત દવેએ જણાવ્યું હતું કે, વર્ષ 1983માં બનેલો ઇન્દિરા બ્રિજ આજે 43 વર્ષ જૂનો થઈ ગયો છે અને તે અમદાવાદના સુભાષ બ્રિજ કરતાં પણ જૂનો છે. રાજ્ય સરકારે હાલના બ્રિજના રિનોવેશન અને તેની બંને બાજુ નવા બ્રિજોના નિર્માણને મંજૂરી આપી છે. નવા પ્રોજેક્ટ હેઠળ ઇન્દિરા બ્રિજની ડાબી અને જમણી બાજુએ 3-3 લેન ધરાવતા બે અલગ કેબલ-સ્ટેડ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટની ખાસિયત એ રહેશે કે નવા બ્રિજ પર પદયાત્રીઓ માટે વિશાળ ફૂટપાથ અને વ્યૂઇંગ ગેલેરી પણ બનાવવામાં આવશે. હાલના બ્રિજ પર માત્ર એક મીટર જેટલી સંકુચિત ફૂટપાથ છે, જ્યારે નવા બ્રિજ પર આશરે અઢી મીટર પહોળી ફૂટપાથ તૈયાર કરવામાં આવશે, જેથી લોકો સાબરમતી નદીના નજારાનો આનંદ માણી શકશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular