Homeગુજરાતીગુજરાતવાઘોડિયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

વાઘોડિયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

વડોદરા, 15 જુન, 2026 : Biker couple dies after being hit by dumper  જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ નજીક રોડ પર બેફામ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બાઈકસવાર દંપત્તી દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ડમ્પરચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે. કે, વડોદરાના વાઘોડિયા દખેડા રોડ પર એક દંપત્તી બાઈક પર સવાર થઈને વાઘોડિયા તરફ જઈ રહ્યું હતું. ત્યારે બેફામ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળ્યું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેની પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેને લઈ પત્નીનું પણ મોત થયું છે. બાઈકસવાર મૃતકના નામ ચંદ્રકાંત વસાવા ( ઉંમર 50 વર્ષ ) અને હંસાબેન વસાવા ( ઉંમર 45 વર્ષ ) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. લોકોની ભીડ જોતાં ડમ્પર ચાલકે વાહન ઘટના સ્થળે જ છોડી દીધું અને ફરાર થઈ ગયો. વાઘોડિયા પોલીસે તાત્કાલિક પહોંચીને ડમ્પરની નીચે ફસાયેલો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Most Popular