1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના તાપી નદીના ફુલપાડા અને અમરોલીના કિનારે મગરોનો પડાવ
સુરતના તાપી નદીના ફુલપાડા અને અમરોલીના કિનારે મગરોનો પડાવ

સુરતના તાપી નદીના ફુલપાડા અને અમરોલીના કિનારે મગરોનો પડાવ

0
Social Share

સુરત, 15 જુલાઈ, 2026 Crocodiles encamp on the banks of the Tapi River in Surat’s  નર્મદા નદીની જેમ હવે તાપી નદીમાં પણ હવે મગરો જોવા મળી રહ્યા છે. ત્યારે  સુરતના ફુલપાડા અને અમરોલી વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં એક કે બે નહીં, પરંતુ એકસાથે 4થી 5 વિશાળકાય મગરોએ મુકામ કર્યો છે. તાપી નદીના કિનારે મગરો પડ્યા-પાથર્યા રહેતા હોવાથી કાંઠા વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નદીમાં અચાનક આટલી મોટી સંખ્યામાં મગરો દેખાવાને કારણે કિનારાના વિસ્તારોમાં વસતા લોકોની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો થયો છે.

નર્મદા નદીની જેમ હવે તો તાપી નદીમાં પણ મહાકાય મગરો જોવા મળી રહ્યા છે. સુરતના ફુલપાડા અને અમરોલી નદીકાંઠા પર માછીમારી કરતા માછીમારોના કહેવા મુજબ  તાપી નદીના પટમાં મગરોએ પોતાનો ડેરો જમાવ્યો છે. નદીમાં દેખાયેલી મગરો પૈકી એક મગર તો કમ સે કમ 10થી 12 ફૂટ લાંબી અને અત્યંત વિશાળકાય છે. આ સિવાય અન્ય બે મગરો આશરે 7થી 8 ફૂટની લંબાઈ ધરાવે છે. એકસાથે આટલા મોટા કદના જળચરો નદીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી નદી કિનારાની દિનચર્યા પર માઠી અસર પડી રહી છે અને લોકો પાણીની નજીક જતાં પણ ફફડી રહ્યા છે.

અન્ય એક માછીમારના કહેવા મુજબ તાજેતરમાં તાપી નદીમાં માછીમારોની નાની નાવડી પર એક મગરનું બચ્ચું ચડી ગયું હતું. નાની નાવડી લઈને માછીમારો મચ્છી પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક જ નદીના પાણીમાંથી આશરે બેથી અઢી ફૂટનો એક મગર નાવડીની ઉપર ચડી આવ્યો હતો. બોટ પર અચાનક મગરને જોઈને નાવડીમાં સવાર માછીમારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, માછીમારોએ સમયસૂચકતા વાપરીને મગરને ત્યાંથી ભગાડ્યો હતો, જેથી તે પાછો પાણીમાં સરકી ગયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code