1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવા DGP તરીકે G S મલિકે ચાર્જ સંભાળ્યો, અમદાવાદ C Pનો ચાર્જ પણ મલિક પાસે રહેશે
નવા DGP તરીકે G S મલિકે ચાર્જ સંભાળ્યો, અમદાવાદ C Pનો ચાર્જ પણ મલિક પાસે રહેશે

નવા DGP તરીકે G S મલિકે ચાર્જ સંભાળ્યો, અમદાવાદ C Pનો ચાર્જ પણ મલિક પાસે રહેશે

0
Social Share

ગાંધીનગર, 8 જુન 2026G S Malik took charge as the new DGP, રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે જીએસ મલિકે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક (DGP) મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જી. એસ. મલિકે (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) આજે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. DGP જી.એસ. મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ યથાવત્ રહેશે.

ગુજરાતના પોલીસ મહા નિર્દેશક (DGP)  તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક આજે ચાર્જ સંભાળવા માટે પોલીસ ભવન આવી પહોંચ્યા ત્યારે ગાર્ડ ઓફ ઓનર્સથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસગે નવા ડીજીપીને શુભેચ્છા આપવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે તેઓએ પહેલા અમદાવાદ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને ત્યાંથી તેઓ ગાંધીનગર પોલીસ ભવન કચેરી જવા રવાના થયા હતા. રાજ્યમાં જ્યાં સુધી નવા પોલીસ કમિશનરની સત્તાવાર નિમણૂક ન થાય ત્યાં સુધી ડીજીપી જી.એસ. મલિક પાસે જ અમદાવાદ શહેરનો આ એડિશનલ ચાર્જ રહેશે.

લાંબો વહીવટી અનુભવ અને પોલીસિંગ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જી. એસ. મલિકની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાતના કાયમી DGP તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. આ અગાઉ તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ બેડામાં તેમની ઓળખ એક કડક વહીવટકર્તા, સચોટ આયોજન કરનાર અને કાયદો-વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવનારા શિસ્તબદ્ધ અધિકારી તરીકેની છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code