Homeગુજરાતીએસ્ટ્રો સાયન્સભારતીય નેવીએ ITR રેન્જથી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલને વર્ટિકલી લોન્ચ...

ભારતીય નેવીએ ITR રેન્જથી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલને વર્ટિકલી લોન્ચ કરી

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજમાંથી એક મિસાઈલ છોડી છે, જે દુશ્મનના કોઈપણ હવાઈ હુમલાને નષ્ટ કરી શકે છે. તેની ઝડપ, ચોકસાઈ અને ઘાતકતા જોરદાર છે. આ મિસાઈલ રડારમાં પણ આવતી નથી.

વર્ટિકલ લોન્ચ-શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM), ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવી છે, તેનું નામ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ બરાક-1ની જગ્યાએ યુદ્ધ જહાજોમાં સ્થાપિત કરવાની યોજના છે. પરીક્ષણ દરમિયાન, ભારતીય નૌકાદળે શક્તિશાળી સપાટીથી હવા માર્ગદર્શિત મિસાઈલ વડે ઓછી ઊંચાઈએ ઉડતા લક્ષ્યને તોડી પાડ્યું હતું. મતલબ કે હવે દુશ્મન આ રીતે પણ ભારતને સામે પંગો નહીં શકે, આ મિસાઈલ દુશ્મનનો નાશ કરશે.

મિસાઈલ અંગે જાણકારી
આ મિસાઈલનું વજન 154 કિલો છે. તે DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ મિસાઈલ અંદાજે 12.6 ફૂટ લાંબી છે અને તેનો વ્યાસ 7.0 ઈંચ છે. VL-SRSAM મિસાઈલની રેન્જ 25થી 30 કિલોમીટર છે. તે 12 કિલોમીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની ઝડપ બરાક-1 કરતા બમણી છે. તે મેક 4.5 એટલે કે 5556.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે 360 ડિગ્રીમાં ફરે છે અને પોતાના દુશ્મનને ખતમ કરી નાખે છે.

આ મિસાઈલનું પરીક્ષણ એટલા માટે કરાયું કે બરાક-1 મિસાઈલને ભારતીય યુદ્ધ જહાજો પરથી હટાવી શકાય અને સ્વદેશી હથિયારો લગાવી શકાય. બરાક-1 મિસાઇલને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ અને રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ મિસાઈલનું વજન 98 કિલો છે. બરાક-1 સરફેસ ટુ એર મિસાઈલ 6.9 ફૂટ લાંબી છે. તેનો વ્યાસ 6.7 ઇંચ છે. તેની વિશેષતા એ છે કે તેના સૌથી ઉપરના પોઈન્ટેડ ભાગમાં 22 કિલોગ્રામ વોરહેડ રાખી શકાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular