સુરેન્દ્રનગર, 18 મે 2026: Mining mafia used to get advance information about raids જિલ્લામાં ચોટિલા, સાયલા અને મુળી તાલુકામાં ખનીજચોરી વધી રહી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ જ્યારે રેડ પોડવા માટે જાય ત્યારે તે અગાઉ ખાણ માફિયાઓને રેડની માહિતી મળી જતી હતી. એટલે દરોડા નિષ્ફળ રહેતા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, ખાણ-ખનીજના અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી. અધિકારીઓની ગાડી નંબર, લોકેશન ભૂમાફિયાઓ સુધી પહોંચાડી દેવામાં આવતા હતા. આ માટે વોટ્સએપ પર ગૃપ બનાવવામાં આવ્યું હતું. અને અધિકારીઓ ક્યા જઈ રહ્યા છે. તેની માહિતી અપલોડ કરવામાં આવતી હતી. પોલીસે 40 જેટલા આરોપીને પકડી લીધા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ-ખનીજ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતા દરોડામાં નિષ્ફળતાનો રેશિયો વધી રહ્યો છે. જેનું એક મુખ્ય કારણ વોટ્સએપ ગ્રૂપમાં થતી અધિકારીઓની રેકી કહીં શકાય છે. ત્યારે મૂળી, સાયલા અને થાન તાલુકામાં આવા ગ્રૂપોમાં અધિકારીઓની ગાડી નંબર, લોકેશન ભૂમાફિયાઓ સુધી પહોંચાડતાં 40 લોકોને પકડી લેવામાં આવ્યા છે. આમાં મોટાભાગના લોકો પાનની દૂકાન, સલૂન, હોટલ ઉપર બેસી રેકી કરતાં હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ 5-6 વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓની કારના નંબર, લોકેશન, રેઇડ સહિતની માહિતી પૂરી પાડતા હતા. પકડાયેલા શખસોમાં કેટલા લોકો ગ્રૂપમાં એક્ટિવ હતા. તો કેટલાક મહિનામાં એક વખત મેસેજ કરતાં હતા.
સુરેન્દ્રનગર પોલીસે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને સરકારી કર્મચારીઓની રેકી કરતા 40 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.આ શખ્સો 10થી વધુ વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરીને પોલીસ અને સરકારી કર્મચારીઓની હિલચાલની લોકેશન માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડતા હતા.પોલીસે મુળી, થાન અને સાયલા વિસ્તારોમાં આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા શખ્સોમાં હોટલ, કરિયાણા દુકાન અને પાનના ગલ્લાના સંચાલકોનો પણ સમાવેશ થાય છે.
આ તમામ શખ્સો સામે સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવાના આક્ષેપ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય લોકોને પણ કડક ચેતવણી આપી છે. એલસીબી પીઆઇ જે.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં આવા કેટલા ગ્રૂપ સક્રિય છે, કેટલા લોકોને આર્થિક વ્યવહારોની પણ તપાસ થશે


