1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બેઠકો વધારવા NSUIની રજુઆત
વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બેઠકો વધારવા NSUIની રજુઆત

વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બેઠકો વધારવા NSUIની રજુઆત

0
Social Share

વડોદરા, 27 મે, 2026 : NSUI proposes to increase seats in the Law Faculty of MS University શહેરની એમ.એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીની LLBના પ્રથમ વર્ષની બેઠકોમાં વધારો કરવાની માંગ સાથે  કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.  NSUIએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં બેઠકો ઓછી છે. અને પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. બેઠકો ઓછી હોવાને લીધે ઘણાબધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. આ અંગે NSUIના આગેવાનોના જણાવ્યા મુજબ, લો ફેકલ્ટીના ડીન દ્વારા હંમેશા શિક્ષકોની અછત અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી દર્શાવી વિદ્યાર્થી સંગઠનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે પણ બેઠકોમાં વધારાના મુદ્દે રજૂઆત કરવામાં આવે છે ત્યારે જગ્યા અને શિક્ષકોની અછતનું કારણ આગળ ધપાવવામાં આવે છે.

 વિદ્યાર્થી સંગઠને વધુમાં જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે રજૂઆત દરમિયાન ડીન દ્વારા LLB Honours કોર્સ શરૂ કરવાની માહિતી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી આશરે રૂ. 1.25 લાખ જેટલી ફી લેવામાં આવશે. NSUIએ આ નિર્ણયને વિદ્યાર્થી હિત વિરુદ્ધ ગણાવી પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો અગાઉ જગ્યા અને શિક્ષકોની અછતનો મુદ્દો હતો તો હવે ઊંચી ફી ધરાવતા નવા કોર્સ માટે જરૂરી વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ થઈ રહી છે.

NSUIએ સ્પષ્ટ માંગ કરી હતી કે, વિદ્યાર્થી હિત અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સરકારી યુનિવર્સિટીમાં સરકારી LLBની બેઠકોમાં વધારો કરવો જોઈએ. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો બેઠકોમાં વધારો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં લો ફેકલ્ટી ખાતે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code