Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ડિજિટલ એરેસ્ટ કરાયેલા વૃદ્ધ દંપત્તીને પોલીસે બચાવ્યા

રાજકોટમાં ડિજિટલ એરેસ્ટ કરાયેલા વૃદ્ધ દંપત્તીને પોલીસે બચાવ્યા

 રાજકોટ, 14 સપ્ટેમ્બર, 2026 : Police rescue elderly couple who were digitally arrested સાયબર માફિયાઓ દ્વારા મોટાભાગે સિનિયર સિટિઝનોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં સિનિયર સિટિઝન એવા વૃદ્ધ દંપતીને મધરાત બાદ મોબાઈલ ફોન કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ફ્રોડ કર્યાનું કહીને ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 25 લાખની માગણી કરી હતી. દરમિયાન વૃદ્ધે  હિંમત કરીને રાજકોટ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાત્કાલિક પોલીસે વૃધ્ધ દંપતીના ઘરે પહોંચી તેમને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવીને દંપત્તીને  ફ્રોડ થતા બચાવ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના કાલાવડ રોડ પર રહેતા 75 વર્ષીય વૃદ્ધને રાત્રીના 2.46 વાગ્યે એક ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ TRAIના અધિકારી તરીકે આપી પોતાનું નામ પ્રીતિ વર્મા જણાવ્યું હતું. થોડી વાર વાતચીત કર્યા બાદમાં પોતાના ઉપલી અધિકારીને ફોન આપવાનું કહી બીજા કોઈ પુરુષને ફોન આપ્યો હતો. આ પછી તેને બીજા નંબરમાંથી વિડીયો કોલ કર્યો હતો જેમાં તેમનો ચહેરો દેખાતો નહોતો. પરંતુ સાયબર માફિયાએ રોફ જમાવીને અમને બન્ને દંપતીને બાજુ બાજુમાં ખુરશીમાં બેસી જવા કહ્યું હતું. બાદમાં આધાર કાર્ડ ચેક કર્યું હતું અને પછી આધાર કાર્ડના ઉપયોગ થકી બેન્ક એકાઉન્ટ ખુલ્લી ગયું છે જેમાં 2 કરોડનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ થયું છે. આ મોટો કેસ છે કહી તમને 3 થી 9 દિવસ સુધી સર્વેલન્સમાં રાખવામાં આવશે કહીને વૃદ્ધ દંપત્તીને ધમકાવ્યા હતા. અને પોતાના સ્ટાફને ગાડીમાંથી મારી રિવોલ્વર લઇ આવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને હવે તમે ડિજિટલ એરેસ્ટ છો. ઘરના દરવાજા લોક કરી દયો, ફોન ચાર્જિંગમાં લગાવીને સતત વિડીયો કોલ ચાલુ રાખો, કોઈ કામ વાળાને પણ ઘરમાં પ્રવેશ આપવાનો નથી,  કોઈને ફોન કોલ કરવાના નથી કહી ધમકાવવામાં આવ્યા હતા. આ પછી સર્વેલન્સમાં તમારી પુછરપચ શરૂ થશે અને બાદમાં મુંબઈ પણ લઇ જવામાં આવશે. મોટા ફ્રોડ રકમ કેસમાં તમને જેલ પણ થઇ શકે છે. જેલમાં કોઈ  સુવિધા મળશે નહીં. તમારા એકાઉન્ટમાં આવેલા 25 લાખ રૂપિયા તમારા આપવા પડશે  આમ કહીને  સાયબર ગઠિયાઓએ રૂપિયા 25 લાખ મેળવવા માટે ધીમે ધીમે દબાણ શરૂ કર્યું હતું.

જો કે સવાર પડતા જ વૃદ્ધને હિંમત આવતા તેમણે વોશરૂમ જવાના બહાને ખૂરશી પરથી ઊભા થઈને  112 પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ રૂમ દ્વાર સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતા તુરંત પીઆઇ એમ ડી ગઢવી અને તેમની ટીમ વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી અને ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું નથી આ માત્ર સાયબર ફ્રોડ છે. તેવી સમજણ આપીને વૃદ્ધ દંપત્તીને બચાવી લીધુ હતું. અસલી પોલીસ જોઈને ડિઝિટલ માફિયાઓએ ફોન કટ કરી દીધો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular