Homeગુજરાતીગુજરાતયાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

અંબાજી, 10 સપ્ટેમ્બર, 2026 : Administrative system ready for Bhadravi Poonam Maha Mela સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળાની વહિવટીતંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન 6 દિવસીય યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો માઈભક્તો અને પદયાત્રીઓ માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચશે. યાત્રાળુઓને સલામત, સુવિધાજનક અને સુવ્યવસ્થિત યાત્રાનો અનુભવ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન મોબાઇલ નેટવર્ક અને સંચાર વ્યવસ્થા અવિરત જળવાઈ રહે તે માટે પાલનપુર ખાતે બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલના અધ્યક્ષસ્થાને મોબાઇલ સેવા પ્રદાતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહામેળા દરમિયાન વધનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નેટવર્ક ક્ષમતા વધારવા અને ટેકનિકલ વ્યવસ્થાઓ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. યાત્રાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર વિસ્તાર, ગબ્બર, દર્શન માર્ગો, પાર્કિંગ વિસ્તારો, બસ સ્ટેન્ડ, સેવા કેમ્પો તથા મુખ્ય યાત્રા માર્ગો પર જરૂરિયાત મુજબ વધારાના BTS અને હંગામી મોબાઇલ ટાવર ઊભા કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પદપાળા સંઘો માટે પણ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવ્યું છે. સેવાસંઘો માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સુચના આપવામાં આવી હતી. મહામેળા દરમિયાન પાર્કિંગથી લઈને વિવિધ વ્યવસ્થા અંગે આયોજનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular