Homeગુજરાતીગુજરાતવડોદરામાં અનેક ગુનામાં સંડોવાયેલા બે રિઢા આરોપી MD ડ્રગ્સ સાથે પકડાયા

વડોદરામાં અનેક ગુનામાં સંડોવાયેલા બે રિઢા આરોપી MD ડ્રગ્સ સાથે પકડાયા

વડોદરા, 5 સપ્ટેમ્બર, 2026 : Two accused involved in several crimes caught with MD drugs શહેરના કાસમઆલા ગેંગનો કૂખ્યાત આરોપી અને 75થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હુસેન સુની અને તેનો સાગરીત મનોજ ત્રિવેદીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પોલીસે બન્ને શખસોની ઝડતી લેતા આરોપીઓ પાસેથી રૂ.1,54,530 રૂપિયાની કિંમતનું 55.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું અને મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો, રોકડ અને વાહન મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.આર.એન. બારૈયા અને પીએસઆઇ કે.ડી. રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, હુસેન કાદરમિયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન, વડોદરા) તથા તેનો સાગરીત મનોજ ત્રિવેદી મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરવા માટે લક્ષ્મીનગર સોસાયટીના નાકે સ્કૂટર સાથે ઉભા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વારસિયા રીંગ રોડ ઉપર લક્ષ્મીનગર સોસાયટી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે સ્કૂટર સાથે ઉભેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને શખ્સોની તપાસ કરતાં હુસેન સુન્ની પાસેથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની પાસેથી મોબાઇલ ફોન સહિત અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. મનોજ ત્રિવેદી પાસેથી પણ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 55.450 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું હતું. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો, ખાલી થેલીઓ, રોકડ રૂ.2,000 તથા સુઝુકી બર્ગમેન સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કબજે કરાયેલા તમામ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને NDPS એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી માટે વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, આરોપી હુસેન સુન્ની કાસમઆલા ગેંગ સાથે સંકળાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે ચોરી, લૂંટ, ધાડ, ખંડણી, મારામારી, ચોરીના કાયદાના ભંગ, જુગાર તથા અન્ય ગુનાઓ સહિત 75થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અગાઉ પણ ગુજરાતની અલગ-અલગ જેલોમાં અનેક વખત જઈ ચૂક્યો છે. તેની ગુનાઈત પ્રવૃત્તિ અટકાવવા માટે અગાઉ પણ વડોદરા શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular