Homeગુજરાતીગુજરાતરાજકોટમાં લોકમેળો રંગીન રોશનીથી ઝળહળી ઊઠ્યો, મેળાને માણવા મહેરામણ ઉમટી પડ્યુ

રાજકોટમાં લોકમેળો રંગીન રોશનીથી ઝળહળી ઊઠ્યો, મેળાને માણવા મહેરામણ ઉમટી પડ્યુ

રાજકોટ, 5 સપ્ટેમ્બર, 2026 : The folk fair was lit up with colorful lights, સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીના ગામેગામ લોકમેળા યોજાયા હતા. જેમાં રંગીલા રાજકોટમાં 5 દિવસીય સૌથી મોટા લોકમેળાને માણવા લોકો ઉમટી પડ્યા હતા. લોકમેળો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યો હતો. બુધવારે એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી ન મળતા રાત્રે મેળો બેરંગ અને સુમસામ જોવા મળ્યો હતો. જોકે, ગુરુવારે તમામ યાંત્રિક રાઇડને મંજૂરી મળતા મેળામાં રોનક પરત ફરી હતી. રંગબેરંગી લાઈટો અને વિવિધ રાઇડના આકર્ષણ વચ્ચે રેસકોર્સ મેદાન ખાતે શુક્રવારે મેળાને માણવા લાખો લોકોની મેદની ઉમટી પડી હતી.

 રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ લોકમેળાનો શુક્રવારે ત્રીજો દિવસ હતો. ગઈકાલે બીજા એટલે કે સાતમના દિવસે બપોર બાદ સાંજના સમયે યાંત્રિક રાઇડ્સને પરવાનગી આપવામાં આવતા રાત્રિના સમયે રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવી મેળાની ચમક વધારી દીધી હતી. શુક્રવારે મેળાનો ત્રીજો એટલે જે જન્માષ્ટમીનો દિવસ હતો, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી જ મોટી સંખ્યામાં લોકો રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મેળાની મજા માણવા ઉમટી પડ્યા હતા.

રંગીલા રાજકોટના લોકમેળામાં સતત બીજા વર્ષે લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સતત સવારના 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ડ્રોન મારફત મેળામાં AI મદદથી ક્રાઉડ કાઉન્ટ અને મેનેજમેન્ટ માટે ઉપયોગી બને છે. જન્માષ્ટમીના 5 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો અંદાજ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular