Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીકાસના અનેક પ્રવેશ રાઉન્ડ બાદ પણ UGમાં 45 ટકા...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીકાસના અનેક પ્રવેશ રાઉન્ડ બાદ પણ UGમાં 45 ટકા બેઠકો ખાલી

રાજકોટ, 5 સપ્ટેમ્બર, 2026 : 45% seats vacant in UG after admission ગુજરાતમાં 6 સરકારી યુનિવર્સિટીઓમાં અન્ડર ગ્રેજ્યુએટ (UG)માં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  જીકાસ દ્વારા અનેક રાઉન્ડ બાદ અંદાજે 45% બેઠકો ખાલી રહી છે. જ્યારે  સમગ્ર રાજ્યમાં અંદાજે 2 લાખ બેઠકો ખાલી રહેતા કોલેજોએ પ્રવેશ પ્રક્રિયા વધુ લંબાવવા માંગ કરી છે.

ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વિનિયન, વાણિજ્ય, વિજ્ઞાન, બીબીએસ બીસીએ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ચાલુ વર્ષે પણ જીકાસના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા યોજાઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂઆતમાં વિદ્યાર્થી સંગઠનોએ જીકાસ સામે  ભારે વિરોધ કર્યો હતો. જેને પગલે ત્રણ રાઉન્ડ બાદ પ્રક્રિયા યુનિવર્સિટીઓને સોંપવાની જાહેરાત થઈ હતી. આમ છતાં જીકાસના 4 અને યુનિવર્સિટીના 4 મળીને કુલ 8 રાઉન્ડ પૂરા કરાયા હતા. દરેક રાઉન્ડમાં નવા વિદ્યાર્થીઓને તક અપાઈ હતી.

રાજ્યની તમામ યુનિવર્સિટીઓની ગણતરી કરીએ તો અંદાજે 2 લાખ જેટલી બેઠકો ખાલી પડી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રેગ્યુલર UG માટે 63,363 સબમિટ થયેલી અરજીઓમાંથી માત્ર 46,853 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે.  જેના કારણે યુનિવર્સિટીની અંદાજે 45% બેઠકો ખાલી પડી છે. મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા સંલગ્ન કોલેજોના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા થયા છે. તેથી કેટલીક કોલેજો દ્વારા હજુ વધુ સમય સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાય અને વર્ગો શરૂ થઈ શકે. જો કે હવે ખાલી રહેલી બેઠકો માટે કોલેજો સીધો પ્રવેશ આપી શકે તેવી છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular